23 વર્ષનો એક વ્યક્તિ વારંવાર છીંક આવવા, નાક ગળવા જેવી સમસ્યાઓથી પરેશાન હતો. કંટાળીને જ્યારે તે ડોક્ટર પાસે ગયો અને તપાસ કરવામાં આવી તો એવી ચોંકાવનારી વાત સામે આવી કે ડોક્ટર અને તે યુવક બંનેના હોશ ઉડી ગયા. આ ઘટના ચીનની છે. જાણો વિગતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ મુજબ ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતના જિયાનનો રહીશ 23 વર્ષનો શિયાઓમા અનેક મહિનાથી સતત છીંક, નાક બંધ રહેવું, નાક ગળવા જેવી સમસ્યાઓથી પરેશાન હતો. પરેશાન થઈને આ વ્યક્તિ ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તપાસ કરી તો આ વ્યક્તિ એલર્જિક રાઈનાઈટિસથી પીડિત હતો અને નાકમાં કોઈ વસ્તુ ફસાયેલી હતી. 


શું હતું નાકમાં?
ડોક્ટરોએ નાકની એન્ડોસ્કોપીના માધ્યમથી તપાસ કરી તો જાણવા મળ્યું કે તે યુવકના નાકમાં રમવાનો પાસો ફસાયેલો છે. ડોક્ટરે જણાવ્યું કે નાકની એન્ડોસ્કોપી દરમિયાન અમને એક વસ્તુ મળી. કાઢી તો ખબર પડી કે આ 2 સેમીનો પાસો હતો. જે ઘણા સમયથી નાકમાં રહેવાના કારણે કટાઈ ગયો હતો. નાકમાં નીચેની બાજુ હતો અને નાકની મ્યુકોસ મેમ્બ્રેન નુકસાન પહોંચાડતો હતો. 


આ પીડિત યુવક શિયાઓમાએ જણાવ્યું કે જ્યારે તે ત્રણ કે ચાર વર્ષનો હતો ત્યારે આ પાસો ભૂલથી તેના નાકમાં ગયો હશે. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી કે આ પાસો કેવી રીતે પહોંચ્યો. એવું કહેવાયું કે આ પાસાને કાઢવો ખુબ જ જોખમી હતો કરાણ કે તે શ્વાસ નળીમાં પડી જાય તેવી શક્યતા હતી. પરંતુ ભારે જદ્દોજહેમત બાદ આખરે આ પાસો કાઢી લેવાયો. 


સર્જરીના માધ્યમથી પાસાને સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો. જેના કારણે વ્યક્તિની પીડા અને તકલીફો ખતમ થઈ ગઈ. હજુ એ સ્પષ્ટ નથી કે 20 વર્ષથી વધુ સમયસુધી પાસા સાથે રહેવાથી શિયાઓમાને લાંબા સમય સુધી દુષ્પ્ર્રભાવનો સામનો કરવો પડશે કે નહીં.