હોટલ કે રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ ટિપ આપવાની પરંપરા ખુબ જૂની છે. લોકો સર્વિસથી ખુશ થાય અને વેઈટરને ટિપ આપતા હોય છે. પરંતુ દુબઈમાં સોલ્ટ બે રેસ્ટોરન્ટમાં તો ગજબનો બનાવ બની ગયો. અહીં ભોજન કરવા ગયેલા કેટલાક લોકોએ ટિપમાં 20 લાખ રૂપિયાથી વધુ આપ્યા. રેસ્ટોરન્ટે પોતે આ બિલ સોશિયલ મીડિયામાં શેર કર્યું. જેને જોઈને લોકો જોતા જ રહી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેસ્ટોરન્ટના શેફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @nusr_et પર આ બિલ શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું કે પૈસા આવે છે, પૈસા જાય છે...તમે જોઈ શકો છો કે આખુ બિલ 90 લાખ રૂપિયાનું છે. જી હાં 90 લાખ રૂપિયા. બિલમાં જણાવ્યાં મુજબ આ લોકોએ 3,75,000 રૂપિયા ફૂડ આઈટમ્સ પર, જ્યારે આલ્કોહોલિક ડ્રિંક્સ પર 65 લાખથી વધુ જ્યારે 20 લાખ રૂપિયાથી વધુ ટિપ તરીકે ચૂકવ્યા છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nusr_et#Saltbae (@nusr_et)


પોસ્ટ શેર કરતા જ વાયરલ થઈ ગઈ. અત્યાર સુધીમાં આ પોસ્ટને 2.19 લાખથી વધુ લાઈક્સ મળી છે. હજારો લોકોએ કમેન્ટ કરી છે. કેટલાક લોકો તો ગ્રાહકો દ્વારા આટલી ભારે ભરખમ રકમની ટિપ જોઈને જ સ્તબ્ધ થઈ ગયા. આ પોસ્ટ થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube