નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિનની સાથે મોસ્કોમાં મીટિંગ કરી. આ દરમિયાન વિભિન્ન દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા કરી અને બંને દેશોની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ તરફ કામ કરવાનું ચાલુ રાખવા પર સહમતિ સધાઈ હતી. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ચર્ચા દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દા પર કેન્દ્રીત રહી. પરંતુ તેમણે મુદ્દા વિશે જાણકારી આપી નથી. દૂતાવાસે ટ્વિટર પર જણાવ્યું કે એનએસએ ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું, 'વિભિન્ન દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ભારત-રશિયા રણનીતિક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરતા રહેવા પર સહમતિ બની છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોભાલ બુધવારે બે દિવસીય યાત્રા પર રશિયા ગયા હતા. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સોમવારે કહ્યું કે રશિયા, ભારતની સાથે પોતાના સંબંધોમાં વધુ વિવિધતા લાવવા ઈચ્છે છે. એનએસએની યાત્રાની પહેલા આશરે ત્રણ મહિના પહેલા વિદેશમંત્રી એસ જયશંકર રશિયા ગયા હતા. આ દરમિયાન બંને પક્ષોએ પોતાના આર્થિક સંબંધોને વિસ્તાર આપવાનો સંકલ્પ લીધો હતો જેમાં ભારત દ્વારા રશિયાથી પેટ્રોલિયમ ઉત્પાદકોની આયાત પણ સામેલ છે. ડોભાલે બુધવારે અફઘાનિ સ્તાન પર સુરક્ષા પરિષદોના સચિવો/એનએસએની પાંચમી બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક રશિયાએ બોલાવી હતી. 


આ પણ વાંચોઃ Time Traveller: ધરતી પર જલદી આવશે તબાહી! બાબા વેંગા-નોસ્ટ્રાડેમસની ડરામણી ભવિષ્યવાણી


ડોભાલે બેઠકમાં કહ્યું કે કોઈપણ દેશને આતંકવાદ અને ઉગ્રવાદ ફેલાવવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં અને ભારત જરૂરિયાતના સમયે અફઘાનિસ્તાનના લોકોને ક્યારેય એકલા નહીં છોડે. આ બેઠકમાં રશિયા અને ભારત ઉપરાંત ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. થોડા અઠવાડિયા પછી દિલ્હીમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ડોભાલ રશિયા ગયા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ 1 અને 2 માર્ચે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube