અલ્ઝીરિયામાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 100 લોકોના મોત
અલ્ઝીરિયાની રાજધાની અલ્ઝીયર્સના બહારી વિસ્તારમાં બુધવારે એક સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં લગભગ 100 લોકોના મોતની આશંકા છે. વિમાન ઉત્તરી અલ્ઝીરિયામાં એક ખેતર નજીક ટેકઓફ બાદ તાત્કાલિક દર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
અલ્ઝીયર્સ: અલ્ઝીરિયાની રાજધાની અલ્ઝીયર્સના બહારી વિસ્તારમાં બુધવારે એક સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં લગભગ 100 લોકોના મોતની આશંકા છે. વિમાન ઉત્તરી અલ્ઝીરિયામાં એક ખેતર નજીક ટેકઓફ બાદ તાત્કાલિક દર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
આ દુર્ઘટનામાં લગભગ 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે તે કહી શકાય તેમ નથી. દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી અને રક્ષા મંત્રાલયના નિવેદન અનુસાર તપાસ શરૂ કરવામાં આવી છે.
જુઓ વિડીયો
સૂત્રોના અનુસાર ઇલ્યૂશિન શ્રેણીના વિમાનની ક્ષમતા લગભગ 120 લોકોને જવાની છે. સૂત્રોએ પોતાની ઓળખ છુપાવી હતી. નાગરિક સુરક્ષા એજન્સીના મુખ્ય પ્રવક્તા મોહંમદ આચૂરે એસોસિએટેડ પ્રેસને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પ્લેન સૈનિકોને લઇને જઇ રહ્યું હતું.
ફોટો સાભાર: Reuters
અલ્ઝીરિયા પ્રેસ સર્વિસે કહ્યું છે કે ઇલ્યૂશિન શ્રેણીનું વિમાન દક્ષિણ પશ્વિમી અલ્ઝીરિયાઇ શહેર બેચરની તરફ જઇ રહ્યું હતું. ઇમરજન્સી સેવાઓને ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવી છે.