નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના સંકટ ફેલાયેલું છે પરંતુ આ તબાહી વચ્ચે પણ અમેરિકામાં આશ્ચર્યજનક રીતે અનેકવાર પરગ્રહવાસીઓ જોવા મળ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. શું કોરોના સંકટ સાથે તેમને કોઈ લેવાદેવા છે? કે પછી સમજી વિચારીને આવી કોઈ રીતે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના ટેક્સાસ શહેરમાં ત્રિકોણાકારમાં ત્રણ રહસ્યમય રોશનીઓ જોવા મળી. આ ત્રણેય રોશની આકાશમાં એક ખાસ અંદાજમાં મૂવેમન્ટ કરી રહી હતી. આ રોશનીઓ ધીરે ધીરે એક નિશ્ચિત ગતિથી આગળ વધી રહી હતી. ત્યારબાદ આજુબાજુ મૂવ કરે છે અને પછી ગાયબ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે આ ઘટના અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ટોમબોલ શહેરમાં રેકોર્ડ કરવામાં આવી. ત્યાના અખબાર ડેઈલી સ્ટારે તેનો રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો. અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ ટેક્સાસ શહેરમાં એલિયન શીપ જોવા મળવાની આ ચોથી ઘટના છે. 



એલિયન શીપ જોવા મળવાની આ ઘટનાનો વીડિયો ટોમબોલ શહેરની એક મહિલાએ પોતાના મોબાઈલથી રેકોર્ડ કરીને યુટ્યૂબ ઉપર પણ નાખ્યો. આ મહિલાનો દાવો છે કે તેના ઉપરાંત 15 અન્ય લોકો આ રહસ્યમય ઘટનાના સાક્ષી બન્યાં હતાં. વીડિયોના રેકોર્ડિંગ સમયે તે મહિલાની આશ્ચર્યવાળી ચીસો પણ સંભળાય છે. જે બોલી રહી છે કે ઓ માય ગોડ... આ શું છે? તેણે રેકોર્ડ કર્યા બાદ 21 એપ્રિલના રોજ આ વીડિયો યુટ્યૂબ પર નાખ્યો. અને વીડિયો પછી તો જોત જોતામાં વાયરલ થઈ ગયો.


આ રહસ્યમય વીડિયો તમે અહીં જોઈ શકો છો....



એલિયન શીપ જોવા મળવાની બીજી ઘટના અમેરિકાના વર્જિનિયા પ્રાંતની છે. અહીંના રિચમંડ શહેરના એક વ્યક્તિએ આકાશમાં ચમકતી ચાર રહસ્યમય રોશની જોઈ. જે ખુબ ઝડપથી આકાશમાં જઈ રહી હતી. આ ચારમાંથી બે રોશનીના બિન્દુઓ એકબીજાની નીકટ હતાં. જ્યારે બે રોશની બિન્દુઓ દૂર હતાં. કહેવાય છે કે આ વીડિયો 25 એપ્રિલના રોજ રેકોર્ડ કરાયો છે. તેને યુટ્યૂબની એક જાણીતી ચેનલ હિડન અન્ડરબેલી (Hidden Underbelly)એ બહાર પાડ્યો છે. 


જુઓ video



લાસ વેગાસમાં પણ જોવા મળ્યા ચાર એલિયન શીપ
યુટ્યૂબની આ જ ચેનલ હિડન અન્ડરબેલી (Hidden Underbelly) એ વધુ એક વીડિયો બહાર પાડ્યો છે. આ વીડિયો અમેરિકાના જ શહેર લાસ વેગાસના નેવાડાથી શૂટ કરાયો છે. જેમાં ચાર રોશનીઓ જોવા મળે છે. જે આકાશમાં ડાયમન્ડ શેપની આકૃતિ બનાવી રહી છે. આ રોશનીઓ હળવા લાલ રંગની છે. 


જેમાંથી ઉપર અને નીચેની રોશનીઓ મોટાભાગે સ્થિર છે. જ્યારે બાજુબાજુમાં રહેલી રોશનીના બિન્દુઓ એકબીજાની નજીક આવતા એક બીજાને પાર કરી જાય છે. તેમની સ્પીડ બહુ વધારે નથી. પરંતુ તે મધ્યમ ગતિથી મૂવ કરી રહ્યાં છે. 



યુટ્યૂબ ચેનલ હિડન અંડરબેલીએ રિચમંડ અને નેવાડા શહેરના આ બંને વીડિયો ક્લબ કરીને બહાર પાડ્યા છે. ઉપરની  ક્લિપના પહેલા ભાગમાં રિચમંડ શહેરની ક્લિપ છે જ્યારે બીજા ભાગમાં નેવાડાની ક્લિપ છે. 


આ અગાઉ પણ અમેરિકી સરકારે બહાર પાડ્યા છે વીડિયો
ગત મહિને એટલે કે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં રક્ષા મંત્રાલયે કથિત રીતે એલિયન જોવા મળ્યાના ત્રણ વીડિયો બહાર પાડ્યા હતાં. જેમાંથી એક વીડિયો નવેમ્બર 2004માં રેકોર્ડ કરાયો હતો.



જ્યારે બાકીના બે વીડિયો જાન્યુઆરી 2015માં રેકોર્ડ કરાયા હતાં. આ વીડિયો અમેરિકી પાઈલટોએ રેકોર્ડ કર્યા હતાં.


અમેરિકામાં જ કેમ જોવા મળી રહ્યાં છે એલિયન
ખાસ વાત એ છે કે એલિયન (પરગ્રહવાસી) કે પછી તેમના શીપ જોવાની તમામ રહસ્યમય ઘટનાઓ અમેરિકામાં જ કેમ જોવા મળે છે. જ્યાં કોરોના વાયરસનો જબરદસ્ત પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકોના મોત થઈ ગયા છે. 


આવામાં ત્યાં સતત એલિયન જોવાની ઘટનાઓ શું સંકેત આપી રહી છે?
- શું કોઈ બીજા ગ્રહની સભ્યતા અમેરિકાને તબાહ કરવામાં લાગી છે?
- કે પછી અમેરિકાને બચાવવા માટે એલિયન ત્યાં આવી રહ્યાં છે?
- કે પછી કોરોના કેરથી અમેરિકનોનું ધ્યાન હટાવાવા માટે આ પ્રકારની વાતો જાણી જોઈને ફેલાવવામાં આવી રહી છે?