ઇન્ડોનેશિયા વિમાન દુર્ઘટના : લાયન એરમાં સવાર તમામ 189 યાત્રીઓનાં મોત, કાટમાળ મળ્યો
સોમવારે સવારે 6.33 વાગ્યે ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટના સર્જાઇ હતી, જવાના સમુદ્રમાં 13 મિનિટ ઉડ્યન બાદ થયું ક્રેશ
નવી દિલ્હી : ઇન્ડોનેશિયામાં સોમવારે સવારે થયેલી વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં ઉતરેલા દળે પૃષ્ટી કરી છે કે વિમાનમાં બેઠેલા તમામ યાત્રીઓનાં મોત નિપજ્યાં છે. આ સમાચાર એઝન્સીઓનાં હવાલાથી આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં સોમવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઇ. અહીં ઇન્ડોનેશિયન એરલાઇન્સ લોયન એરનું વિમાન સોમવારે સવારે ગુમ થઇ ગયા બાદ સાગરમાં ક્રેશ થઇ ગયું હતું. વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે.
વિમાનમાં 189 યાત્રીઓ બેઠેલા હતા. આ દુર્ઘટના બાદ ઇન્ડોનેશિયન એનર્જી ફર્મ પર્ટેમિનાએ અધિકારીક નિવેદન બહાર પાડીને દુર્ઘટનાની પૃષ્ટી કરી છે. સાથે જ તેણે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, જાવાના સમુદ્રી કિનારા પર દુર્ઘટનાગ્રગ્સ વિમાનનો કાટમાળ મળ્યો છે. તેમાં વિમાનની સીટોનો પણ સમાવેશ થાય છે.
સરકારી એજન્સીના પ્રવક્તા મોહમ્મદ સયાયુગીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોઇ પણ વિમાન યાત્રીના બચવાની સંભાવનાનો ઇન્કાર કર્યો. તેમનું કહેવું છે કે અમે આશા કરીએ છીએ, ભગવાનથી પ્રાર્થના કરી શકીએ છીએ. જો કે તેની સંભાવના નથી દેખાતી. બીજી તરફ લોયન એર ગ્રુપનાં સીઇઓ એડવર્ડ સીરૈતે પોતાનાં અધિકારીક નિવેદનમાં ઘટનાનાં કારણો અંગે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.
સોમવારે સવારે 6.33 વાગ્યે દુર્ઘટના થઇ
સમાચાર એજન્સી એએનઆઇનાં સમાચારો અનુસાર જકાર્તાના પંગકલ પનાંગ જઇ રહેલા આ વિમાનનો સંપર્ક એર ટ્રાફીક કંટ્રોલર સાથે તુટી ગયો હતો. સુત્રોનું કહેવું છે કે ઇન્ડોનેશિયન સમય અનુસાર સોમવારે સવારે 6.33 વાગ્યે આ દુર્ઘટના નથઇ. આ વાતની પૃષ્ટી રોયટર્સે ઇન્ડોનેશિયાના સ્થાનિક રાહત અને બચાવકાર્ય અધિકારી સાથે વાતચીતનાં આધારે કરે છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં આશરે 188 યાત્રીઓ બેઠેલા હતા.