US Air Service: અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટ સિસ્ટમ ઠપ્પ, એર મિશન સર્વિસમાં ખરાબી
અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવારે જણાવ્યું કે કેટલીક ટેકનીકલ સમસ્યાને કારણે દેશભરમાં વિમાન સેવા પ્રભાવિત થઈ છે.
વોશિંગટનઃ US Air Service: અમેરિકામાં એર મિશન સર્વિસમાં ખરાબી આવવાને કારણે વિમાન સેવા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવાર (11 જાન્યુઆરી) એ જણાવ્યું કે સર્વરમાં ખરાબી આવવાને કારણે દેશમાં એર ટ્રાફિક સર્વિસને કારણે અનેક ઉડાનો રોકી દેવામાં આવી છે.
એફએએએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તે પોતાની એર મિશન સિસ્ટમને બહાલ કરવા માટે કામ કરી રહ્યું છે, તેમણે કહ્યું કે અમે દરેક વસ્તુ ચેક કરી રહ્યાં છીએ અને થોડીવારમાં પોતાની સિસ્ટમને રીલોડ કરીશું. તેમણે કહ્યું કે આ કારણે દેશભરમાં હવાઈ યાત્રા અને એર સર્વિસ પ્રભાવિત થઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube