ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારની વિદાય બાદ હવે નવા પ્રધાનમંત્રીને ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાની સંસદમાં નવા પીએમને ચૂંટવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ પહેલા ઇમરાન ખાન અને તેના સાથી સાંસદોએ સંસદમાંથી વોકઆુટ કરી દીધુ. એટલે કે ઇમરાન ખાન નવા પ્રધાનમંત્રી પસંદ કરવાની આ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર
પાકિસ્તાની પ્રધાનમંત્રી રહેલા ઇમરાન ખાન સંસદ તો પહોંચ્યા, પરંતુ ત્યારબાદ તે ત્યાંથી નિકળી ગયા હતા. ત્યારબાદ તેમના બાકી સભ્યોએ પણ વોકઆઉટ કર્યુ હતું. બહાર આવીને તેમણે કહ્યું કે, તે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારબાદ હવે સંસદની અંદર માત્ર વિપક્ષના તમામ સભ્યો હાજર છે. મહત્વનું છે કે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અનેક સભ્યો રાજીનામા આપી ચુક્યા છે, બાકી સાંસદો પણ પોતાના પદેથી રાજીનામુ આપશે. ખુદ ઇમરાન ખાને તેની જાણકારી આપી છે. 


આ પણ વાંચોઃ ઇમરાન ખાનની વિદાય બાદ હવે નવાઝ શરીફની થશે પાકમાં એન્ટ્રી, પાર્ટી નેતાએ આપી માહિતી  


ડેપ્યુટી સ્પીકરે પણ આપ્યું રાજીનામુ
પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેમ્બલીમાં રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે, તે પ્રધાનમંત્રીની ચૂંટણી નહીં લડે. તો ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ પણ પોતાનું રાજીનામુ આપી દીધુ છે. 


શાહબાઝ શરીફ બનશે પીએમ
મહત્વનું છે કે પાકિસ્તાનની સંસદમાં નવા પ્રધાનમંત્રીની ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે. વિપક્ષે સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફ તેમના પ્રધાનમંત્રીના ઉમેદવાર હશે. શાહબાઝ શરીફ આજે રાત્રે શપથ લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube