અમેઝોને કર્મચારીઓને TikTok ડિલીટ કરવા કહ્યું, વિવાદ વધ્યો તો બદલ્યો નિર્ણય
ચીની કંપની ટિકટોકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ભારત દ્વારા બેન કર્યા બાદ અમેરિકા પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચાર કરી રહી છે. આ દરમિયાન અમેઝોન (Amazon) એ પોતાના કર્મચારીઓને ટિકટોક (TikTok) ડિલીટ કરવા માટે કહ્યું છે.
વોશિંગ્ટન: ચીની કંપની ટિકટોકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ભારત દ્વારા બેન કર્યા બાદ અમેરિકા પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચાર કરી રહી છે. આ દરમિયાન અમેઝોન (Amazon) એ પોતાના કર્મચારીઓને ટિકટોક (TikTok) ડિલીટ કરવા માટે કહ્યું છે. કંપનીએ ઇમેલના માધ્યમથી કર્મચારીઓને કહ્યું કે જે પ્રકારે ફોન પર તે અમેઝોનથી આવનાર ઇમેલનો ઉપયોગ કરે છે, તેથી TikTok તાત્કાલિક હટાવી દે.
કંપનીનું કહેવું છે કે ચીની એપ્સ સુરક્ષા માટે ખતરો છે, એટલા માટે તે ફોન પર ટિકટોકનો ઉપયોગ કરવો ન જોઇએ, જેના પર અમેઝોન પરથી ઇમેલ આવે છે. જોકે વિવાદ વધતાં કંપની ટિકટોક હટાવવા સંબંધી ઇમેલને 'ભૂલ' ગણાવી છે. અમેઝોને પહેલાં પોતાના કર્મચારીઓને ઇમેલ મોકલીને કહ્યું હતું કે શુક્રવાર સુધી અમેઝોન ઇમેલ ઉપયોગ કરનાર ફોનમાંથી ટિકટોક દૂર કરી લેવું જોઇએ. કારણે સુરક્ષા સંબંધી જોખમ છે. જોકે કર્મકહરી બીજા ફોન પર અથવા અમેઝોન લેપટોપ બ્રાઉઝર પરથી ટિકટોકનો ઉપયોગ કરી શકશે. દુનિયાભરમાં 840,000 થી વધુ કર્મચારીઓ સાથે અમેઝોન વોલમાર્ટ બાદ બીજી સૌથી મોટી ખાનગી અમેરિકન એમ્પ્લોયર છે.
પોતાને અમેઝોનના કર્મચારી ગણાવનાર કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે આ જાણકારી શેર કરી તો હંગામો મચી ગયો. ટિકટોકએ પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. તેની તરફથી કહેવામાં આવ્યું કે અમેઝોને આ અંગે અમને માહિતગાર કર્યા નથી. અમે તેમની ચિંતાઓને સમજી શકતા નથી, આ સંબંધમાં અમે જલદી જ અમેઝોન સાથે વાત કરીશું. ત્યારબાદ અમેઝોનને સ્પષ્ટતા આપતાં કહેવું પડ્યું કે ટિકટોક ડિલીટ કરવાની સૂચનાનો ઇમેલ ભૂઅલ્થી આવી ગયો હતો. જેના આધારે ચીની એપ દૂર કરવા સંબંધ આદેશને પલટી દિધો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં અમેઝોન તરફથી કર્મચારીઓને એક ઇમેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કંપનીના સ્વામિત્વવાળા મોબાઇલ ફોનમાંથી ચીની એપ ટિકટોકને તાત્કાલિક દૂર કરવામાં આવે. કારણ કે આ ગોપનીયતા અને સુરક્ષા માટે ચિંતા બની શકે છે. કંપની દ્વારા આપવામાં આવેલા ઉપકરણો ફક્ત કંપનીના કામ માટે ઉપયોગ કરવા જોઇએ. જો કર્મચારી ટિકટોકનો ઉપયોગ કરવા માંગે છે, તો તે બીજા ડિવાઇસ પર તેને ઇન્સ્ટોલ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube