`મફતનો પગાર લઉં છું`, 3,00,00,000ના પેકેજવાળા કર્મચારીની કન્ફેશન પોસ્ટ વાયરલ
Amazon: એમેઝોનના એક સીનિયર કર્મચારીનું કહેવું છે કે તે આ કંપનીમાં એ હેતુથી જ જોડાયો હતો કે જ્યાં સુધી તે પરફોર્મન્સ ઈમ્પ્રૂવમેન્ટ પ્લાન પર કામ નહીં કરે ત્યાં સુધી તે કંઈ કામ કરશે જ નહીં...
Amazon Salary Package: Anonymous Forum Blind પર એક Amazonના સીનિયર કર્મચારીની પોસ્ટ વાયરલ થઈ છે. વ્યક્તિએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે તે આ કંપનીમાં એ હેતુથી જોડાયો હતો કે જ્યાં સુધી તે પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન પર કામ નહીં કરે ત્યાં સુધી તેણે કંઇ કરવાનું રહેશે નહીં અને મફત પગાર મળશે.
તેણે કહ્યું કે દોઢ વર્ષ થઈ ગયું છે આજ સુધી કોઈને ખબર નથી પડી કે તેણે કંપની માટે કોઈ મહત્વનું કામ કર્યું નથી અને તેને પગાર લઈ રહ્યો છે.
નોકરિયાતો માટેનું પ્લેટફોર્મ છે Blind
Anonymous Forum Blind કબૂલાત કરતા વ્યક્તિએ લખ્યું છે કે કંઈ ન કરવા છતાં તેને US $370,000 (લગભગ 3 કરોડ રૂપિયા)થી વધુ પગાર મળતો જાય છે. બ્લાઈન્ડ એ એક પ્લેટફોર્મ છે કે જેના પર વ્યાવસાયિકો તેમના કાર્યને લગતી દરેક વસ્તુની ચર્ચા કરે છે.
તેણે કહ્યું કે ગૂગલ દ્વારા છૂટા કરાયા બાદ હું 1.5 વર્ષ પહેલાં એમેઝોન કંપનીમાં જોડાયો હતો. હું કંઈ ન કરવા અને મફત પગાર લેવાના ઈરાદાથી આ કંપનીમાં જોડાયો હતો. વ્યક્તિ કહે છે કે તે કંપનીમાં US$ 370,000 ના પેકેજ પર સીનિયર ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર છે.
તેને કંપનીમાં જોડાયાને 1.5 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેણે હજુ સુધી કંપની માટે કોઈ ટાર્ગેટ મેળવ્યો નથી. તેણે કોઈપણ ખચકાટ વિના કહ્યું કે મારો કિંગપિન ગોલ નંબર 0 છે. વાસ્તવમાં, કોઈપણ કંપનીમાં દરેક ટીમના સભ્ય માટે એક ગોલ સેટ કરવામાં આવે છે.
ત્રણ દિવસના કામને 3 મહિનાનું ગણાવ્યું
તેણે વધુમાં કહ્યું કે હાલમાં તેણે કુલ 7 ટિકિટો ઉકેલી છે અને એક ઓટોમેટેડ ડેશબોર્ડ ડિલિવર કર્યું છે જે તેણે ChatGPT નો ઉપયોગ કરીને ત્રણ દિવસમાં બનાવ્યું છે. જ્યારે તેણે કંપની સમક્ષ ખોટો દાવો કર્યો હતો કે તેને આ ડેશબોર્ડ બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. એમેઝોનના કર્મચારીનું કહેવું છે કે તેના દિવસના 8-8 કલાક મીટિંગ્સમાં જ પૂરા થઈ જાય છે. લોકો હવે ચર્ચા કરી રહ્યાં છે કે આ સીનિયર કર્મચારી મીટિંગો અંગેનો બળાપો કાઢી રહ્યો છે કે ખરેખર તેને જોડાઈને કામ જ નથી કર્યું. કેટલીક કંપનીઓમાં કામ કરતાં મીટિંગોમાં ટાઈમ વધુ જતો હોય છે.