Taliban નેતા મોહમ્મદ અબ્બાસને મળ્યા ભારતીય રાજદૂત, કતારમાં પ્રથમ સત્તાવાર બેઠક
કતારના દોહામાં ભારતના રાજદૂત (Indian Ambassador) દીપક મિત્તલે તાલિબાનના (Taliban) રાજકીય કાર્યાલયના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ (Sher Mohammad Abbas Stanikzai) સાથે મુલાકાત કરી. આ બેઠક તાલિબાનની માંગ પર નક્કી કરવામાં આવી હતી
કાબુલ: કતારના દોહામાં ભારતના રાજદૂત (Indian Ambassador) દીપક મિત્તલે તાલિબાનના (Taliban) રાજકીય કાર્યાલયના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ (Sher Mohammad Abbas Stanikzai) સાથે મુલાકાત કરી. આ બેઠક તાલિબાનની માંગ પર નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં (Afghanistan) ફસાયેલા ભારતીય નાગરિકોની (Indian Citizens) સુરક્ષા અને ઝડપ વાપસી પર ચર્ચા થઈ. અફઘાન નાગરિકો ખાસ કરીને લઘુમતીઓ (Minorities) જેઓ ભારતની યાત્રા કરવા માગે છે તેમના વિશે પણ ચર્ચા થઈ હતી. રાજદૂત (Ambassador) મિત્તલે અફઘાન ભૂમિના આતંકવાદ માટે ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતના મુદ્દાઓ પર સમર્થનનો વિશ્વાસ
તમને જણાવી દઈએ કે, ભારત (India) અને તાલિબાન વચ્ચે આ પ્રથમ સત્તાવાર બેઠક છે. તાલિબાને (Taliban) ભારતના મુદ્દાઓ પર સમર્થનની ખાતરી આપી છે. તાલિબાન પ્રતિનિધિએ રાજદૂતને (Ambassador) ખાતરી આપી કે આ મુદ્દાઓ પર હકારાત્મક વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (US Central Command) દ્વારા યુદ્ધગ્રસ્ત દેશમાંથી અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલિબાનમાં ઉજવણીનો માહોલ છે. તાલિબાને અફઘાનિસ્તાનના (Afghanistan) કબજાને પોતાની બીજી આઝાદી ગણાવી છે. સાથે જ તેણે અફઘાનિસ્તાનના લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
આ પણ વાંચો:- Taliban ને હાથ લાગ્યા ફાઈટર પ્લેન, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર જેવા US ના ઘાતક હથિયારો, હવે દુનિયાનું શું થશે?
'આપણો દેશ સંપૂર્ણપણે સ્વતંત્ર'
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, અમે અમારી આઝાદી પાછી મેળવી લીધી છે અને અમે અફઘાનિસ્તાનના લોકોની સેવા કરીશું. અગાઉ ટ્વીટર પર લખવામાં આવ્યું હતું કે, 'સોમવારે મધ્યરાત્રિએ છેલ્લા અમેરિકી સૈનિકોને કાબુલ એરપોર્ટ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે આપણો દેશ સંપૂર્ણ સ્વતંત્ર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube