નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડક્ટ બનાવનારી કંપની જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson),કેલિફોર્નિયાના તે વ્યક્તિને દંડ તરીકે 18.8 મિલિયન ડોલર (154 કરોડ રૂપિયા) ની ચુકવણી કરશે, જેણે કંપનીના બેબી પાઉડરથી કેન્સર થવાનો દાવો કર્યો છે. ઓકલેન્ડમાં ડિફોલ્ટ સ્ટેટ કોર્ટના જૂરી મેમ્બરે તે સ્વીકાર્યું કે પીડિત વ્યક્તિ એન્થોની હર્નાન્ડીઝ વાલાડેઝે (24) ને બેબી પાઉડરના ઉપયોગથી કેન્સર થયું છે અને તે માટે કંપની દોષી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્થોની હર્નાન્ડીઝ વાલાડેઝે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ બેબી પાવડરની સમસ્યા છુપાવી હતી. નાનપણથી કંપનીના ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવાથી છાતી પાસે મેસોથેલિયોમા કેન્સર થયું છે. આ અંગે કંપની જોન્સન એન્ડ જોન્સને જણાવ્યું કે કંપનીનો બેબી પાવડર - ખાસ સફેદ બોટલોમાં વેચાય છે, જેમાં ક્યારેય એસ્બેસ્ટોસ હોતું નથી. તે સલામત છે અને કેન્સરનું કારણ બની શકતું નથી. તેઓ મુકદ્દમા તેમજ અબજોની કાનૂની ફી અને ખર્ચ ટાળવા માટે સમાધાન શોધી રહ્યા છે.


આ પણ વાંચોઃ આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા


વિવાદિત રહ્યો છે કંપનીનો ઈતિહાસ
જોનસન એન્ડ જોનસન પ્રોડક્ટ્સને લઈને પહેલા પણ વિવાદ સામે આવી ચુક્યા છે, જેમાં કંપનીએ દંડ ભરવો પડ્યો છે. પરંતુ પહેલાના મામલામાં કંપનીએ વેચાણમાં ઘટાડાનો હવાલો આપી માર્કેટમાંથી પ્રોડક્ટ હટાવી લીધી હતી. આ મામલામાં પીડિતે આશરે બે વર્ષ લાંબી કાયદાકીય લડાય લડવી પડી છે. હવે કોર્ટે ચુકાદો આપતા કંપનીને 154 કરોડનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube