આતંકવાદને કચડવામાં નિષ્ફળ ગયેલા પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો
પેન્ટાગનના પ્રવક્તા કોન ફકનરે જણાવ્યું કે દક્ષિણ-એશિયા રણનીતિ હેઠળ પાકિસ્તાન તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે 30 કરોડ ડોલરની રકમ પર પુર્નવિચાર કરવામાં આવ્યો છે.
વોશિંગ્ટન: પેન્ટાગને અમેરિકા સંસદને વિનંતી કરી છે કે તે કોલિજન સપોર્ટ ફંડ હેઠળ પાકિસ્તાનને આપવામાં આવનારી 30 કરોડ ડોલરની રકમ પર પુર્નવિચાર કરે કારણ કે પાકિસ્તાન દક્ષિણ એશિયા રણનીતિ હેઠળ નક્કર કાર્યવાહી કરવામાં અસફળ રહ્યું છે.
પેન્ટાગનના પ્રવક્તા કોન ફકનરે જણાવ્યું કે દક્ષિણ-એશિયા રણનીતિ હેઠળ પાકિસ્તાન તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે 30 કરોડ ડોલરની રકમ પર પુર્નવિચાર કરવામાં આવ્યો છે. રક્ષા વિભાગે જૂન/જૂલાઈ 2018માં તેના પર પ્રાથમિકતાથી વિચાર કર્યો કારણ કે 30 સપ્ટેમ્બર 2018ના રોજ આ નિધિના પ્રયોગની સમયમર્યાદા સમાપ્ત થઈ જશે.
આ સાથે જ રક્ષા વિભાગે અત્યાર સુધીના કોલિજન સપોર્ટ ફંડ તરીકે પાકિસ્તાનને અપાનારી 80 કરોડ ડોલરની રકમ ઉપર પણ પુર્નવિચાર કરી ચૂક્યું છે. આ નિધિ પર પુર્નવિચાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે અમેરિકાના રક્ષામંત્રી જિમ મેટિસે એ પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કર્યો છે કે પાકિસ્તાને હક્કાની નેટવર્ક અને લશ્કર એ તૈયબા વિરુદ્ધ કડક પગલાં લીધા છે. એક સવાલના જવાબમાં ફકનરે કહ્યું કે આ કોઈ નવો ફેસલો કે જાહેરાત નથી.
બીજી બાજુ જાપાન સરકારે પાકિસ્તાનને બે પ્રોજેક્ટ માટે 2.6 અબજ રૂપિયાની ગ્રાન્ટ આપવાની વાત કરી છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક અહેવાલમાં કહેવાયું છે કે જાપાનના વિદેશ રાજ્યમંત્રી કાજૂયૂકી નકાને પાકિસ્તાનની યાત્રા દરમિયાન આ મદદ માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યાં. જેમાં એક પ્રોજેક્ટ મુલ્તાનમાં હવામાન નિગરાણી રડાર લગાવવાનો છે.
આ માટે જાપાન સરકાર 2.1 અબજ યેન(2.3 અબજ રૂપિયા)ની ગ્રાન્ટ આપશે. બીજો પ્રોજેક્ટ માનવ સંસાધન વિકાસ શિષ્યવૃત્તિનો છે. જેના માટે જાપાન તરફથી 33 કરોડ યેન એટલે કે 36 કરોડ રૂપિયાની મદદ મળશે.
(ઈનપુટ ભાષા)