અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન બે દિવસ બાદ ભારતમાં જી 20 સમિટમાં સામેલ થવા માટે આવવાના હતા. આ પહેલા બંનેનો કોવિડ રિપોર્ટ આવી ગયો છે. તેમાં ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ બાઈડેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ફર્સ્ટ લેડી ઓફિસનું કહેવું છે કે તેમનામાં કોવિડના કોઈ લક્ષણ નથી. આ બધા વચ્ચે ડેલાવેયર સ્થિત તેમના આવાસ પર જ તેઓ રહેશે. તેમના કોમ્યુનિકેશન ડાયરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું કે વ્હાઈટ હાઉસમાં મેડિકલ યુનિટે નીકટના લોકોને તે અંગે જાણકારી આપી છે. 


7 સપ્ટેમ્બરે આવવાના હતા ભારત
રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન જી20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે 7 સપ્ટેમ્બરના રોજ ભારત પ્રવાસે આવવાના હતા. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેન 8 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. તેઓ જી20ના નેતૃત્વ બદલ મોદીને બિરદાવશે. આ ઉપરાંત 9-10 સપ્ટેમ્બરના રોજ જી20 સંમેલનમાં ભાગ લેશે જ્યાં તેઓ જી20ના અન્ય ભાગીદાર દેશો સાથે ક્લીન ઉર્જા અને જળવાયુ પરિવર્તન જેવા અનેક વૈશ્વિક મુદ્દાઓ પર  ચર્ચા કરશે. 


વ્હાઈટ હાઉસ તરફથી કહેવાયું હતું કે આ દરમિયાન યુક્રેનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધના આર્થિક અને સામાજિક પ્રભાવોને ઓછા કરવાની કોશિશ કરવામાં આવશે અને વર્લ્ડ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર ચર્ચા થશે જેથી કરીને સારી રીતે ગરીબી સામે લડી શકાય. 


ત્યારબાદ બાઈડેન 10 સપ્ટેમ્બરના રોજ વિયેતનામ માટે રવાના થશે. તેઓ વિયેતનામમાં હનોઈમાં ત્યાંના મહાસચિવ નગુયેન ફૂ ત્રોંગ અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકા અને વિયેતનામ વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube