વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હવે હાઈ વોલ્ટેજ ડ્રામા બની ચૂકી છે.. અમેરિકામાં સામાન્ય માણસથી લઈને મોટા મોટા રાજકીય નેતાઓ અને રાજકીય વિશ્લેષકોના મુખે એક જ ચર્ચા ચાલી રહી છેકે, રાષ્ટ્રપતિ જો બાઈડેન ચૂંટણી લડશે કે નહીં..? એનું કારણ છે જો બાઈડેનની તબિયત, ડેમોક્રેટિક પાર્ટી પર તેમની નબળી પકડ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી ડિબેટમાં તેમની હાર.. જી હાં, હવે અમેરિકામાં ચર્ચા એ ચાલી રહી છેકે, જો બાઈડેને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી ખસી જવું જોઈએ અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી અન્ય કોઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી જોઈએ.. જુઓ આ ખાસ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયેલી યુએસ પ્રમુખપદની ચૂંટણી બાઈડેનની રાજકીય કારકિર્દીના અંત સુધીનું કાઉન્ટડાઉન સાબિત થઈ રહી છે.. પ્રમુખ જો બાઈડેનની નબળી તબિયત, ડેમોક્રેટિક પાર્ટી પરની તેમની પોતાની પકડ અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે તેમની વધતી જતી અવ્યવસ્થા... એકંદરે, બાઈડેન હવે મેદાનમાંથી ખસી જતા જણાય છે.. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર નેતા બરાક ઓબામાએ પણ હવે જો બાઈડેનને ચૂંટણીમાંથી ખસી જવાની સલાહ આપી છે..  એક ન્યૂઝ એજન્સીના દાવા પ્રમાણે,,


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેનની જીત મુશ્કેલ છે. ઓબામા ઈચ્છે છે કે બાઈડેન રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી છોડી દે. 28 જૂને રાષ્ટ્રપતિ પદની ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાઈડેનની હાર બાદ ઓબામાએ તેમની સાથે માત્ર એક જ વાર વાત કરી છે.. 


ટ્રમ્પ સામેની ચર્ચામાં હાર બાદ પાર્ટીની અંદર બાઈડેનને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર કરવાની માંગ વધી રહી છે.. હવે આ યાદીમાં સૌથી શક્તિશાળી ડેમોક્રેટ ઓબામાનું નામ પણ જોડાઈ ગયું છે, જ્યારે તેઓ બાઈડેનના સૌથી મોટા સમર્થક રહ્યા છે.. એટલું જ નહીં અમેરિકાની જનતા પણ હવે રાષ્ટ્રપતિ તરીકે બાઈડેનને જોવા નથી ઈચ્છતી.. 


AP, NORC સર્વે મુજબ, 65% ડેમોક્રેટિક મતદારો પણ બાઈડેનની વિરુદ્ધ છે.. 
માત્ર 35% ડેમોક્રેટ્સ ઇચ્છે છે કે બાઈડેન ચૂંટણી લડે.. 
67% શ્વેત મતદારો ઇચ્છે છે કે બાઈડેન તેમની ઉમેદવારી પાછી ખેંચે.. 
અમેરિકાની કુલ 33 કરોડ વસ્તીમાંથી 60% શ્વેત મતદારો છે..


18 જુલાઈના રોજ 82 વર્ષીય બાઈડેનના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.. આ અંગે વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ એકલતામાં કામ કરશે.. બાઈડેને કોરોના પોઝિટિવના ટેસ્ટના એક દિવસ પહેલા કહ્યું હતું કે જો ડોક્ટરો તેમને અયોગ્ય જાહેર કરશે તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે.. જો બાઈડેનની જગ્યાએ હાલ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડે તેવી માગ થઈ રહી છે.. ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસ બાઈડેનના સ્થાને રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટીના ફ્રન્ટ રનર તરીકે ઉભરી આવ્યા છે.. 


રાજકીય વિશ્લેષકોના મતે હવે ડેમોક્રેટ્સ પાસે કમલાનો કોઈ વિકલ્પ નથી..
કમલાની તરફેણમાં સૌથી મોટું પરિબળ તેણીનું ભારતીય મૂળનું હોવાનું છે..
આ સિવાય તે અશ્વેત અને સ્ત્રી હોવાથી ઘણો ફાયદો મળી શકે તેમ છે.. 
આ તમામ ડેમોક્રેટિક પાર્ટીની સૌથી મોટી વોટ બેંક છે.. 
કમલાએ ચાર વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિ રહીને ઘણો વહીવટી અનુભવ મેળવ્યો છે..


કમલા હેરિસ અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટમાં એટર્ની રહી ચૂક્યા છે.. કમલા હેરિસે પોતાનો કાર્યકાળ લો પ્રોફાઇલ રાખીને પસાર કર્યો છે.. આ કારણે ડેમોક્રેટિક પાર્ટીમાં તેમના વિરોધીઓ ઓછા અને સમર્થકો વધુ છે..