અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાની નવી ઘટનામાં ન્યૂયોર્ક સ્થિત સ્વામીનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. મેલવિલેમાં આવેલા આ મંદિરના પાસેના રસ્તા અને મંદિર બહાર સાઈન બોર્ડ સ્પ્રે પેઈન્ટ કરાયો છે અને અપશબ્દો લખવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંદિરમાં તોડફોડની આકરી  ટીકા કરી અને ધૃણિત કૃત્ય ગણાવ્યું. આ સાથે જ અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો મુદ્દો પણ અમેરિકાના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોમવારે સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટમાં આગળ લખાયું છે કે વાણિજ્ય દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આ જઘન્ય કૃત્યના અપરાધીઓ વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી માટે અમેરિકી કાનૂન પ્રવર્તન અધિકારીઓ સમક્ષ મામલો ઉઠાવ્યો છે. ન્યૂયોર્કમાં મંદિર પર હુમલાની ઘટના એવા સમયે ઘટી છે કે જ્યારે થોડા દિવસમાં એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી નાસાઉ કાઉન્ટીમાં એક મોટા સામુદાય કાર્યક્રમને સંબોધન કરશે. મેલવિલેથી નાસાઉ કાઉન્ટી લગભગ 28 કિમી દૂર છે. 


તપાસની માંગણી
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોમવારે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે ન્યાય વિભાગ અને હોમલેન્ડ સુરક્ષા વિભાગે હિન્દુ સંસ્થાનો પર હાલમાં મળેલી ધમકીઓ બાદ મંદિર પર હુમલાની તપાસ કરવી જોઈએ. કારણ કે આ સપ્તાહના અંતમાં પાસેના નાસાઉ કાઉન્ટીમાં ભારતીય સમુદાયની એક મોટી સભાનું આયોજન છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના કાર્યકારી નિદેશક સુગાહ શુક્લાએ એક્સ પર લખ્યું છે કે જે એક ચૂંટાઈ આવેલા નેતા પ્રત્યે ધૃણા પ્રગટ કરવા માટે હિન્દુ મંદિરો પર હુમલા કરે તેવા લોકોની પૂર્ણ કાયરતાને સમજવું અઘરું છે. હિન્દુ અને ભારતીય સંસ્થાનો પર હાલમાં મળેલી ધમકીઓ બાદ આ હુમલાને તે જોખમ સંદર્ભે જોવો જોઈએ. 


એ પણ જણાવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ હાલમાં જ હિન્દુ અને ભારતીય સંસ્થાનોને ધમકી આપતા એક વીડિયો શેર કર્યો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ન્યૂયોર્કમાં થયેલી તોડફોડની ઘટના કેલિફોર્નિયા અને કેનેડામાં થયેલા મંદિરો પર હુમલામાં સમાનતા ગણાવી છે. 


બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાએ મંદિરને અપવિત્ર કરવાની આ ઘટનાની ટીકા કરી છે. સંસ્થાએ કહ્યું કે ઉત્તરી અમેરિકા વિવિધ હિન્દુ મંદિરોમાં પણ આવી ઘટનાઓ ઘટી છે. એક નિવેદનમાં સંસ્થાએ કહ્યું કે આ અપરાધને અંજામ આપનારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પોતાની નફરતથી મુક્ત થઈ જાય અને માણસાઈ તરફ આગળ વધે. 


પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ
અત્રે જણાવવાનું કે પીએમ મોદી આ મહિનામાં જ અમેરિકાના પ્રવાસે જવાના છે. પીએમ મોદી 21 સપ્ટેમ્બરે ડેલાવેયરના વિલમિંગટનમાં ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. વિલમિંગટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું ગૃહનગર છે. ત્યારબાદ 22-23 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રના ફ્યૂચર શિખ સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. 22 સપ્ટેમ્બરે પીએમ મોદી લોંગ આઈલેન્ડના 16000 સીટોવાળા નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમમાં મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધરના મથાળા હેઠળ એક મેગા કમ્યુનિટી ઈવેન્ટને સંબોધિત કરશે. જો કે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત નહીં કરે. વિદેશ મંત્રી એસ જયશંકર 28 સપ્ટેમ્બરે ભારત તરફથી સંબોધિત કરશે.