Joe Biden ના ભાષણોનો હિંદીમાં અનુવાદ! વ્હાઈટ હાઉસે ભારતીય મૂળના આ વ્યક્તિની સલાહ માની
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ભાષણોને હિંદી અને બીજી એશિયાની ભાષામાં અનુવાદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે હિંદીમાં અનુવાદની માગણી માની લેવામાં આવી છે.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ભાષણોને હિંદી અને બીજી એશિયાની ભાષામાં અનુવાદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ કમિશને રાષ્ટ્રપતિ કાર્યાલયની સામે પોતાના વિચાર રજૂ કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છેકે અમેરિકાની રાજનીતિમાં સતત એશિયાઈ મૂળના લોકોની ભૂમિકા વધી રહી છે. એવામાં રાષ્ટ્રપતિના ભાષણ તેમની ભાષામાં હોવા જોઈએ.
બે મહિનામાં કામકાજ શરૂ થશે:
અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું ભાષણ માત્ર અંગ્રેજીમાં જ હોય છે. જેના કારણે તેમનો સંદેશ 2 કરોડથી વધારે લોકો સુધી તેમની મૂળ ભાષામાં પહોંચી શકતો નથી. જોકે રાષ્ટ્રપતિના એડવાઈઝરી કમિશન સામે આ પ્રસ્તાવ અમેરિકી-ભારતીય કમ્યુનિટીના નેતા અજય જૈન ભુટોરિયોએ રાખ્યો હતો. જેનો કમિશને સ્વીકાર કરી લીધો છે.
3 મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિના ભાષણનો અનુવાદ થશે:
એક બેઠકમાં પ્રેસિડેન્શિયલ કમિશને ભલામણ કરી હતી કે ભાષણોને હિંદી અને એશિયાઈ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવાનું કામ 3 મહિનામાં શરૂ કરી દેવું જોઈએ. કમિશને ભાષણોને હિંદી,ચીની, કોરિયન, વિયેતનમીઝ, મેન્ડરીન અને ફિલિપીન્સમાં બોલવામાં આવતી ભાષા ટગાલોગમાં ટ્રાન્સલેટ કરવાનું કહેવામાં આવ્યું છે.