ગણતરીની કલાકો બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, કમલા હેરિસ Vs ડોનાલ્ડ ટ્રમ્પની ટક્કર, જાણો કેવી છે સ્થિતિ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 5 નવેમ્બરે શરૂ થશે. તે દિવસે મતગણતરી પણ શરૂ થઈ જશે. પરંતુ પરિણામ આવવામાં ઘણા દિવસ લાગી શકે છે.
વોશિંગટનઃ દુનિયામાં મહાસત્તા તરીકે ઓળખાતા અમેરિકામાં 2 દિવસ પછી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે... તેની પહેલાં ડેમોક્રેટિક કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે... બંને ઉમેદવાર મુખ્ય રાજ્યોમાં સમર્થન મેળવવા મોટાપાયે રેલીઓ અને જનસભાઓ કરી રહ્યા છે... ત્યારે અમેરિકામાં કયા મુદ્દાઓ પર મતદાન થઈ રહ્યું છે?... જોઈશું આ રિપોર્ટમાં...
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે... તે પહેલાં બંને ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે... બંને ઉમેદવાર મુખ્ય રાજ્યોમાં સમર્થન મેળવવા માટે મોટાપાયે રેલીઓ અને જનસભાઓ ગજવી રહ્યા છે... ચૂંટણીમાં જીત મેળવવા માટે બંને ઉમેદવારે તમામ તાકાત લગાવી દીધી છે...
70 મિલિયનથી વધારે અમેરિકન લોકો પહેલાંથી જ મતદાન કરી ચૂક્યા છે... જે 2022ના કુલ મતદાનના 45 ટકા છે... આ ચૂંટણીમાં ભારતીય અમેરિકન પણ મોટો ભાગ ભજવવાના છે... ત્યારે અમેરિકામાં રહેતા ભારતીયો શું માને છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો...
જનમત સર્વેક્ષણમાં સામે આવ્યું છેકે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે રસાકસીની લડાઈ છે... જેનું પરિણામ સાત સ્વિંગ સ્ટેટ્સના મતદારો પર નિર્ભર કરે છે... ભારતની જેમ અમેરિકામાં પણ મુદ્દાના આધારે લોકો મતદાન કરે છે... ત્યારે કયા મોટા મુદ્દા પર મતદાન થઈ રહ્યું છે... તેના પર નજર કરીએ તો...
નંબર-1
અમેરિકાની અર્થવ્યવસ્થા...
નંબર-2
ઇમિગ્રેશનનો મુદ્દો...
નંબર-3
એબોર્શન...
નંબર-4
ક્લાઈમેટ ચેન્જ...
નંબર-5
ફોરેન પોલિસી...
અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ બનવા માટે 270નો જાદુઈ આંકડો છે... તેને મેળવવા માટે બંને પાર્ટીના ઉમેદવારો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે... જોકે રાષ્ટ્રપતિ કોઈપણ બને, ભારત માટે સારું જ છે... કેમ કે કમલા હેરિસ ભારતીય મૂળના છે... અને જો તે રાષ્ટ્રપતિ બનશે તો તે અમેરિકાના ઈતિહાસમાં પહેલાં મહિલા બની જશે... જ્યારે ટ્રમ્પ જીતશે તો તે બીજીવાર રાષ્ટ્રપતિ બનશે... પરંતુ મહાસત્તાના સુકાની કોણ બનશે તે તો મતદારો જ નક્કી કરશે...