વોશિંગ્ટન : આફ્રીકન દેશ જિબુતીમાં આવેલ ચીનનાં પહેલા વિદેશ સૈન્ય હવાઇમથકથી અમેરિકી પ્લેન્સનું લેઝરથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ઔપચારિક રીતે ચીનની સરકાર પાસે એવી ઘટનાઓની ફરિયાદ કરીછે, જેમાં તેના પાયલોટને લેઝર્સ દ્વારા પરેશાન કરવામાં આવ્યા. રિપોર્ટ્સ અનુસાર પેંટાગને આરોપ લગાવ્યો છે કે, હાઇગ્રેડ લેઝર્સથી એરક્રાફ્ટ પર નિશાન લગાવવામાં આવ્યો અને 2 અમેરિકન પાયલોટ્સ ઘાયલ પણ થયા છે. આ ઘટના મુદ્દે બંન્ને દેશોમાં તણાવ વધી ગયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેંટાગનનાં પ્રવક્તા ડાના વાઇટે કહ્યું કે, અમેરિકા આ વાતનાં મુદ્દે આશ્વસ્ત છે કે ચીની  નાગરિકોએ જ આવા લેઝર્સનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, ગત્ત અઠવાડીયે ઘણીવાર આ પ્રકારની ઘટનાઓ બની. વાઇટે આગળ કહ્યું કે, આવા કિસ્સાઓમાં અમેરિકા એરમેન માટે ગંભીર ખતરો પેદા કરે છે અને અમેરિકાએ ચીનને આ ઘટનાઓની તપાસ કરવા માટે જણાવ્યું છે. પ્રવક્તાએ અનુમાન લગાવતા કહ્યું કે, હાલનાં દિવસોમાં આશરે 10 વખત લેઝરથી ટાર્ગેટ કરવાની ઘટના બની.

 ઘાયલ હોવાનાં કારણે પેંટાગને ઔપચારિક ફરિયાદ માંગી હતી અને આ મુદ્દો વકરવાનાં કારણે સમસ્યા પેદા થઇ ગઇ છે. પેંટાગનનાં પ્રવક્તા મરીન લેફ્ટિનેન્ટ કર્નલ ક્રિસ લોગને કહ્યું કે, પાયલોટ પાસેથી મળેલા રિપોર્ટ્સ પરથી સ્પષ્ટ છે કે ત્રણ વખત ઉપયોગમાં લેવાયેલા લેઝર્સ મિલિટરી ગ્રેડનાં હતા અને તેને ચીની બેઝ પરથી ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 

ચીને અમેરિકાનાં આરોપો ફગાવ્યા
બીજી તરફ ચીનનાં સંરક્ષણ મંત્રાલયે એક સંક્ષીપ્ત નિવેદનમાં કહ્યું કે, અમેરિકાનો આરોપ ખોટો છે. અમે અધિકારીક ચેનલો દ્વારા આ ખોટી આલોચનાને પહેલા જ ફગાવી દેવામાં આવી છે. ચીન સતત આંતરરાષ્ટ્રીય નિયમો અને સ્થાનીક દેશનાં નિયમોનું પાલન કરે છે. આ સાથે જ ચી ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.