વોશિંગ્ટન: મિશિગન (Michigan) ના ગ્રામીણ વિસ્તારમાં એક હાઈ સ્કૂલમાં મંગળવારે 15 વર્ષના એક વિદ્યાર્થીએ કથિત રીતે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા છે ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલય (Oakland County Sheriff's Office) એ એક નિવેદનમાં જણાવ્યું કે ઓક્સફોર્ડ હાઈ સ્કૂલમાં બપોર બાદ થયેલા હુમલામાં એક શિક્ષક સહિત 8 અન્ય લોકો ઘાયલ થઈ ગયા. પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરી છે. આરોપી બીજા વર્ષના વિદ્યાર્થીની એક હેન્ડગન પણ જપ્ત કરી  લેવાઈ છે. જો કે ડેટ્રોઈટથી લગભગ 40 માઈલ (65 કિમી) ઉત્તરમાં એક નાના શહેર ઓક્સફોર્ડમાં હુમલા અંગે હજુ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરિફના કાર્યાલયે જણાવ્યું કે આરોપીની ધરપકડ દરમિયાન તેણે કોઈ વિરોધ કર્યો નહીં અને સંદિગ્ધે એક વકીલની માગણી પણ કરી છે. અરેસ્ટ થયા બાદ કોઈ નિવેદન આપ્યું નથી. અંડરશેરિફ માઈકલ મેકકેબેએ કહ્યું કે આ ખુબ દુ:ખદ સ્થિતિ છે. હાલ અમને ત્રણ મૃતદેહો મળ્યા છે. કહેવાય છે મૃતકો વિદ્યાર્થી છે. આ ઘટના બાદ માતા પિતા આ બનાવને લઈને ખુબ હેરાન પરેશાન છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube