અમેરિકાના સર્વોચ્ચ વૈજ્ઞાનિકની ચેતવણી, કહ્યું- ઓમિક્રોનના સબ વેરિએન્ટથી આવી શકે છે કોરોનાની નવી લહેર
વ્હાઇટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્ટની ફાસીએ રવિવારે કહ્યુ કે, એક અનુમાન પ્રમાણે અમેરિકામાં હજુ જેટલા કેસ મળી રહ્યાં છે તેમાંથી 30 ટકા બીએ.2 ના છે.
વોશિંગટનઃ અમેરિકાના સર્વોચ્ચ સંક્રામક રોગ નિષ્ણાંતે ચેતવણી આપી છે કે ઓમિક્રોનનું વધુ ઓમિક્રોનનું સૌથી વધુ સંક્રામક સબ-વેરિએન્ટ ફરીથી કોરોના મહામારીની નવી લહેર લાવી શકે છે. આ વેરિએન્ટને બીએ.2 ના નામથી ઓળખવામાં આવે છે. વ્હાઇટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્ટની ફાસીએ રવિવારે કહ્યુ કે, એક અનુમાન પ્રમાણે અમેરિકામાં હજુ જેટલા કેસ મળી રહ્યાં છે તેમાંથી 30
ટકા બીએ.2 ના છે. આ સબ-વેરિએન્ટ હજુ અમેરિકામાં ડોમિનેન્ટ વેરિએન્ટ બનેલો છે.
બીએ.2 સબ-વેરિએન્ટ ઓમિક્રોનથી 60 ટકા વધુ સંક્રામક
ફાસીએ કહ્યુ કે બીએ.2 સબ-વેરિએન્ટ ઓમિક્રોનથી 60 ટકા વધુ સંક્રામક છે. પરંતુ તે ઘાતક લાગી રહ્યો નથી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ફાસીએ કહ્યુ કે, તેની સંક્રમણ ક્ષમતા વધી છે.
ગંભીર સંક્રમણથી બચાવવા માટે બૂસ્ટર ડોઝ સૌથી સારો ઉપાય
સર્વોચ્ચ વૈજ્ઞાનિકે કહ્યુ કે, જ્યારે તમે સંક્રમણના કેસ પર નજર કરો તો જાણવા મળે છે કે આ ગંભીર નથી અને વેક્સીન કે પહેલાંના સંક્રમણથી પેદા થયેલી ઇમ્યુનિટીને સમસ્યા ઉભી કરી રહ્યો નથી. તેમણે કહ્યું કે, કોરોનાના ગંભીર સંક્રમણથી બચાવવા માટે બૂસ્ટર ડોઝ સૌથી વધુ સારો ઉપાય છે.
આ પણ વાંચોઃ Russia Ukraine War: 'કિંઝલ' બાદ રશિયાએ જંગમાં ઉતાર્યુ બીજુ ઘાતક હથિયાર, 5 મિનિટમાં લંડનને કરી શકે છે તબાહ
ચીનમાં સ્થાનીક સ્તર પર સંક્રમણના 1947 કેસ મળ્યા
ઓમિક્રોનના આ સબ-વેરિએન્ટને કારણે ચીન અને યુરોપના કેટલાક દેશોમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે. ચીનમાં સ્થાનીક સ્તર પર સંક્રમણના 1947 કેસ મળ્યા છે. સંક્રમણ વધવા પર શંઘાઈના ડિઝ્નીલેન્ડને બંધ કરી દેવામાં આવ્યું છે. તો શેનઝેનમાં બે સપ્તાહ બાદ પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે અને વ્યાવસાયિક કેન્દ્રો અને દુકાનો ખુલવાની મંજૂરી આપવામાં આવી છે. કેસ વધવા પર પૂર્વોત્તરના ચાંગચુન અને જિલિન શહેરોમાં નિયમ કડક કરવામાં આવ્યા છે, જેના કારણે 20 લાખ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube