વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત સતત ખરાબ થઈ રહ્યા છે. લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવા માંગે છે. આ માટે મોટાભાગના લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થઈ રહ્યા છે. પંરતુ આ બધા વચ્ચે અમેરિકાએ મોટા જોખમની ચેતવણી ઉચ્ચારી છે અને પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો
અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે તે લોકો સુરક્ષિત સ્થળો પર જ રહે અને કાબુલ એરપોર્ટ પર ન જાય. કારણ કે એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકા વધી ગઈ છે. અમેરિકા ઉપરાંત બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. 


Turkish President ની ઈચ્છા પૂરી થઈ, તાલિબાને કાબુલ એરપોર્ટ ચલાવવા માટે મદદ માંગી, પરંતુ આ શરત પર


એરપોર્ટ જતા બચે નાગરિકો- અમેરિકા
અમેરિકાએ અલર્ટ જાહેર કરતા કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર જોખમના કારણે અમેરિકી નાગરિકોએ એરપોર્ટ પર જતા  બચવું જોઈએ. જ્યાં સુધી તમને કઈ કરવા નિર્દેશ ન મળે ત્યાં સુધી લોકોએ એરપોર્ટના ગેટ ઉપર જતા પણ બચવું જોઈએ. જે નાગરિકો એરપોર્ટના એબી ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર છે તેઓ તરત ત્યાંથી નીકળી જાય. 


Taliban ની ડેડલાઈનથી ડરી ગયું શક્તિશાળી અમેરિકા! હવે અફઘાનિસ્તાનમાં કરી રહ્યું છે આ કામ


અત્યાર સુધીમાં હજારો લોકોને કાબુલથી બહાર કઢાયા
અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદથી જ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત અનેક લોકો પોતાના નાગરિકોને કાબુલથી બહાર કાઢવામાં લાગ્યા છે. 14 ઓગસ્ટથી જ કાબુલ એરપોર્ટથી લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube