વોશિંગ્ટન: ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના વિકાસ માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાંનું અમેરિકા(America) એ સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું કે ભારત સરકાર (Indian Government) પોતાના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના આર્થિક અને રાજકીય હાલાતને સંપૂર્ણ રીતે સામાન્ય કરવાની દિશામાં જે પ્રયત્નો કરી રહી છે તેનાથી અમે સંતુષ્ટ છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસ(Ned Price) એ કહ્યું કે અમે સતત જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા ફેરફાર પર નજર રાખી રહ્યા છીએ. કાશ્મીર મુદ્દે અમે અમારી નીતિઓ બદલી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મજબૂત સંબંધનો આપ્યો હવાલો
નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે લોકતાંત્રિક મૂલ્યો મુજબ જમ્મુ અને કાશ્મીરમાં આર્થિક અને રાજકીય હાલાતને સંપૂર્ણ રીતે સામાન્ય કરવા માટે જે પગલાં ઉઠાવ્યા છે તે પ્રશંસનીય છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો ખુબ સારા છે. વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેનને પોતાના ભારતીય સમકક્ષ સાથે  દ્વિપક્ષીય રીતે અને ક્વાડ દ્વારા વાતચીતની તકો મળી છે. અમે સતત ભારતના સંપર્કમાં છીએ. અત્રે જણાવવાનું કે ક્વાડ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમૂહ છે. જેનો હેતુ હિન્દ-પ્રશાંતને મુક્ત ક્ષેત્ર સુનિશ્ચિત કરવાનો છે. 


બંને દેશો સાથે સારા સંબંધ
ભારત અને પાકિસ્તાન અંગે બોલતા નેડ પ્રાઈસે કહ્યું કે 'બંને દેશો સાથે અમારા સંયુક્ત હિતો છે અને તેમની સાથે મળીને કામ કરતા રહીશું. જ્યાં અમેરિકાની વિદેશ નીતિની વાત આવે છે તો તે એકનો લાભ અને બીજાની હાનિનો વિષય હોઈ શકે નહી. અમારી વચ્ચે લાભકારી અને રચનાત્મક સંબંધ છે અને આવા સંબંધોમાં એક સાથે અમારા સંબધોથી બીજાનું મહત્વ ઓછું થતું નથી. તેમાં એક સાથેના અમારા સંબંધ બીજાની કિંમત પર હોતા નથી.'


4G નું કર્યું હતું સ્વાગત
અત્રે જણાવવાનું કે અમેરિકાએ કાશ્મીર ખીણમાં 4G મોબાઈલ ઈન્ટરનેટ સેવાની બહાલીનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે ભારતના જમ્મુ કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સુવિધા બહાલ થવાનું અમે સ્વાગત કરીએ છીએ. આ સ્થાનિક રહીશો માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને અમે રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજનીતિક અને આર્થિક પ્રગતિ ચાલુ રાખવા અંગે આશાવાદી છીએ. નોંધનીય છે કે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં પાંચ ફેબ્રુઆરીથી 4G મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીથી બહાલ કરી દેવાઈ છે. 


આ કારણે લાગ્યો હતો પ્રતિબંધ
ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો હતો. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4G ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. રાજ્યમાં ઈન્ટરનેટની સ્પીડ પણ ઓછી થવાથી લોકોને અનેક પ્રકારની મુસિબતોનો સામનો કરવો પડતો હતો. જો કે આ પગલાંએ આતંકી નેટવર્કને નબળું બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube