Passing drugs in prison with a Kiss: ચુંબન એ પ્રેમને દર્શાવવાની ઉત્કૃષ્ટ ચીજ ગણાય છે. પણ શું એક ચુંબન કોઈનો જીવ લઈ શકે ખરા? આ સાંભળવામાં તમને વિચિત્ર લાગશે પરંતુ બિલકુલ સાચુ છે. અમેરિકાથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ કિસ કરીને એક વ્યક્તિનો જીવ લઈ લીધો અને હવે આ મહિલા પર હત્યાનો કેસ ચાલે છે. અધિકારીઓએ જણાવ્યું કે મહિલા તેના સાથીને મળવા માટે જેલ પહોંચી હતી. ત્યાં તેને કીસ કર્યા બાદ તરત જ તે વ્યક્તિનું જેલમાં મોત થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અમેરિકાના ટેનેસીમાં 33 વર્ષની રેચલ ડોલાર્ડે કથિત રીતે પોતાના મોઢામાં મેથન્ફિટામીન ડ્રગ છૂપાવી રાખી હતી. જ્યારે જેલમાં બંધ જોશુઆ બ્રાઉને તેને ચુંબન કર્યું તો આ ડ્રગ તેના મોઢામાં જતી રહી. એટલું જ નહીં બ્રાઉને તો આખી ડ્રગ એક સાથે ગળી લીધી અને ઓવરડોઝના કારણે તેનું મોત નિપજ્યું. કેદીના મોત બાદ પોલીસે રેચલ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. 


Janmashtami: બ્રિટિશ PM પદની રેસમાં સામેલ ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે ઉજવી જન્માષ્ટમી


ટેનેસી ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શને જણાવ્યું કે બ્રાઉન નશીલી દવાઓ સંબંધિત આરોપ હેઠળ 11 વર્ષની જેલની સજા કાપી રહ્યો હતો અને એક ડ્રગના ઓવરડોઝના કારણે તેનું મોત નિપજ્યું. અધિકારીઓના જણાવ્યાં મુજબ રેચલને બ્રાઉનની હત્યાની આરોપી બનાવવામાં આવવામાં આવી છે અને તેના પર જેલમાં ડ્રગની તસ્કરીનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે જેલોમાં આવા ડ્રગની એન્ટ્રી થવી એ સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠાવે છે અને હવે જેલમાં તેના માટે કડક નિયમો બનાવવામાં આવશે. જેથી કરીને બહારથી આવેલી કોઈ વ્યક્તિ કેદીને મળવા દરમિયાન તેને નુકસાન પહોંચાડી શકે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube