તમે અનેકવાર જોયું હશે કે લોકો ખુબ પાણી પીવા પર ભાર મૂકતા હોય છે. તેઓ માને છે કે વધુ પાણી પીવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. પરંતુ જેમ કહે છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન સર્જી શકે છે. અનેકવાર જરૂર કરતા વધુ પાણી પીવું જોખમી પણ સાબિત થઈ શકે છે. વીકેન્ડ ટ્રિપ પર અમેરિકાના ઈન્ડિયાના ગયેલી બ્રિટનની 35 વર્ષની મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત નિપજ્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ એશલે સમર્સ નામની આ મહિલાએ માત્ર 20 મિનિટની અંદર 2 લિટર પાણી પી લીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશલે સમર્સ તેના પતિ અને બાળકો સાથે ચાર જુલાઈના રોજ વીકેન્ડની રજાઓ ગાળી રહી હતી. પરંતુ આકરા તાપમાં તે તરસથી બેહાલ થઈ ગઈ. તેને ચક્કર આવવા લાગ્યા. ત્યારબાદ તેણે બોડીને હાઈડ્રેટ કરવા માટે માત્ર 20 મિનિટની અંતર 500 મિલિટરવાળી પાણીની 4 બોટલ ગટકાવી ગઈ. જો કે એશલેએ અજાણતા કરેલું આ કામ ઘાતક સાબિત થયું. આટલું વધુ પ્રમાણમાં પાણી પીવાથી તે ઘર પાછા ફરતા જ પડી ગઈ ને તેનું માથું ગંભીર રીતે ફૂલી ગયું. સોજાના કારણે શરીરનાં અંગોમાં લોહીનો સપ્લાય બંધ થઈ ગયું. હોસ્પિટલમાં લઈ જવા છતાં તેને બચાવી શકાઈ નહીં. 


ડોક્ટરોએ તેના પરિવારને જણાવ્યું કે તેનું મોત પાણી ટોક્સિસિટીના કારણે થયું છે. વોટર ટોક્સિસિટીની સમસ્યા આમ તો ખુબ જ દુર્લભ છે પરંતુ જરૂર કરતા વધુ પાણી પી લેવાથી આવી સમસ્યા થતી હોય છે. તેના કારણે શરીરમાં પોટેશિયમ, ક્લોરાઈડ અને સોડિયમના ઈલેક્ટ્રોલાઈટ્સ લોહીમાં ડાઈલ્યૂટ થઈ જાય છે. ઉલટી, માથાનો દુ:ખાવો, થાક,  જીવ ડોહળાવવો, વગેરે તેના લક્ષણો છે. 


ડોક્ટરોનું કહવું છે કે લોકોએ તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ. ક્યારેય જબરદસ્તીથી પાણી પીવાની કોશિશ કરવી જોઈએ નહીં. સામાન્ય રીતે વયસ્ક લોકોએ દિવસમાં 1.5થી 2.5 લીટર વચ્ચે પાણી પીવું જોઈએ। પરંતુ જો વધુ ગરમી હોય તો દિવસમાં 3 લીટર સુધી પાણી પી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube