વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ભયાનક હદે ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને લઈને લોકોને ચેતવતા કહ્યું કે આવનારા બે અઠવાડિયા અમેરિકા માટે ખુબ મુશ્કેલ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પનું આ નિવેદન કોરોના વાયરસ માટે બનેલા કાર્યબળના એક સભ્ય ડેબોરા બ્રિક્સના એ નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં 30 એપ્રિલ સુધી સામાજિક અંતર જાળવી રાખવા સહિતના અનેક ઉપાય અજમાવવામાં આવ્યા હોવા છતાં મૃતકોની સંખ્યા એક થી બે લાખ સુધી પહોંચી શકે છે. 


બ્રિક્સે કહ્યું હતું કે જો કોઈ પગલું ન ભરાયું તો દોઢ થી બે લાખ લોકોના જીવ જઈ શકે છે. ટ્રમ્પે મંગળવારે કોરોના વાયરસને લઈને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું ઈચ્છું છું કે અમેરિકા આવનારા મુશ્કેલ દિવસો માટે તૈયાર રહે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube