ટૂરિસ્ટે લખ્યો નેગેટિવ રિવ્યૂ, રિસોર્ટે કરી દીધો કેસ
થાઇલેન્ડના એક આઇલેન્ડ રિસોર્ટે એક અમેરિકી વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે કારણ કે તેણે Tripadvisor પર નકારાત્મક સમીક્ષા લખી હતી. અધિકારીઓએ કહ્યું કે સમીક્ષા લખનાર વેસ્લે બાર્ન્સને દોષી જાહેર થતાં 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે.
બેંકોંક: થાઇલેન્ડના એક આઇલેન્ડ રિસોર્ટે એક અમેરિકી વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે કારણ કે તેણે Tripadvisor પર નકારાત્મક સમીક્ષા લખી હતી. અધિકારીઓએ કહ્યું કે સમીક્ષા લખનાર વેસ્લે બાર્ન્સને દોષી જાહેર થતાં 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે.
થાઇલેન્ડમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ખૂબ ઓછી છે, જેના કારણે અહીં સ્થાનિક પર્યટન શરૂ થઇ ગયું છે. પોતાના રેતાળ સમુદ્રી બીચ અને Turquoise રંગના પાણી માટે જાણિતા Koh Chang island માં પણ પર્યટક જોવા મળી રહ્યા છે. આ આઇલેન્ડ પર તાજેતરમાં જ કરવામાં આવેલી યાત્રાએ બાર્ન્સને પરેશાનીમાં મુકી દીધા છે. બાર્ન્સએ અહીંના સી વ્યૂ રિસોર્ટ વિશે ઓનલાઇન નકારાત્મક ટિપ્પણી કરી હતી.
પોસ્ટ કરવામાં આવેલી ટિપ્પણીમાં બાર્ન્સએ લખ્યું કે તેમણે 'અનફ્રેન્ડલી સ્ટાફ'નો સામનો કરવો પડ્યો, જે આ પ્રકારના વ્યવહાર કરી રહ્યા હતા જેમ કે તે ઇચ્છતા અંથી કે કોઇ ત્યાં આવે. કોહ ચેંગ પોલિસના કર્નલ થાનાપોન તેમેસરાએ જણાવ્યું કે રિસોર્ટના માલિકે ફરિયાદ દાખલ કરાવી છે કે આરોપીએ વેબસાઇટ પર તેમના હોટલ વિશે ખોટી ટિપ્પણી પોસ્ટ કરી હતી.
તેમણે બાર્ન્સ પર 'હોટલની પ્રતિષ્ઠાને નુકસાન' પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે હોટલમાં બહારથી દારૂની બોટલો લાવવા પર તેમણે ખોલવા માટે લેવામાં આવતી Corkage Fee ચૂકવી નહી અને તેને લઇને કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો.
બાર્ન્સ થાઇલેન્ડમાં કામ કરે છે. કેસ દાખલ થયા બાદ ઇમિગ્રેશન પોલીસ તેમની ધરપકડ કરી કોહ ચાંગ પરત લઇ ગઇ અને થોડા સમય માટે કસ્ટડીમાં રાખ્યા. પછી તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા. તેમને 2,00,000 baht (લગભગ 4 લાખ રૂપિયા) દંડ સાથે મેક્સિમમ 2 વર્ષની સજા થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે થાઇલેન્ડના માનહાનિ વિરોધી કાયદાની લાંબા સમયથી માનવાધિકારો અને પ્રેસ સ્વતંત્રતા ગ્રુપો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કારણ કે ઘણીવાર અહીં શક્તિશાળી લોકો તેનો ઉપયોગ અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા હથિયારના રૂપમાં કરે છે.