13 number unlucky: 13 નંબરનું રહસ્ય સદીઓથી લોકોમાં ચર્ચા અને અંધશ્રદ્ધાનું કારણ રહ્યું છે. ઘણા લોકો તેને અશુભ નંબર માને છે, જ્યારે કેટલાક તેને તેમના જીવનમાં લક્કી નંબર માને છે, તો આ સંખ્યાનું સાચું રહસ્ય શું છે? જ્યારે પશ્ચિમી દેશોમાં તે સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે કારણ કે તે બારની પૂર્ણતા સામે જોવામાં આવે છે, જેમ કે બાર રાશિ, બાર મહિના, બાર કલાક વગેરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણોસર 13 નંબરને અસંતુલન અને "અપૂર્ણતા"નું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો માને છે કે તેમાં વિશેષ ઊર્જા હોય છે. તો શું આ અંધશ્રદ્ધા છે કે વિજ્ઞાનની રમત? આ પાછળનું રહસ્ય બન્ને પાસાઓ સાથે સંકળાયેલું છે, જે માનવ ઈતિહાસ અને માનસિકતાના ઊંડા પ્રશ્નોને જન્મ આપે છે. ચાલો જાણીએ...


અમેરિકાના એક્સપર્ટના અનુસાર
ઓટિસ ઈલિવેટર કંપનીના અનુસાર ધણી બિલ્ડીંગમાં જ્યાં 13મો માળ હોય છે ત્યા લિફ્ટ સીધી 14મા માળે જ ઊભે છે. આટલું જ નહીં પશ્ચિમી દેશોમાં 13 તારીખે આવનાર શુક્રવારને વિશેષ રૂપે અશુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો પોતાના કામો અને વ્યવહારમાં બદલાવ અનુભવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવને ટાળી શકાય.


આ અંગે સમાજશાસ્ત્રીએ શું કહ્યું?
જો કે, આ દિવસે ક્યારે-ક્યારેક ખરાબ ઘટનાઓ બની હોય છે, પરંતુ આ કોઈ નક્કર પુરાવા નથી. આ દિવસ ખાસ કરીને દુભાગ્યપૂર્ણ હોય છે. આ અંધશ્રદ્ધા પાછનું સામાજિક મનોવિજ્ઞાનને સમજાવતા સમાજશાસ્ત્રીએ જણાવ્યું કે, આ ડર અને ભય વ્યક્તિગત નથી, આ એક સામૂહિક માન્યતા બની જાય છે. લાખો લોકો આ માન્યતામાં એટલી હદે માને છે કે તે તેમના વ્યવહારને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે.


જાપાનમાં 9 નંબરને અશુભ માનવામાં આવે છે
જાપાનમાં 9 નંબરને અશુભ માનવામાં આવે છે. કારણ કે જાપાની ભાષામાં 9નો ઉચ્ચારણ "ક્યૂ" (kyuu)તરીકે થાય છે. જે પીડા અથવા દર્દના ઉચ્ચારણથી સમાન છે. એટલા માટે અહીંના લોકો આ નંબરને અશુભ માને છે. 


ચીનમાં 4 નંબર મૃત્યુ જેવો
ચીનમાં 4 નંબરને ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સંખ્યા મૃત્યુથી જોડાયેલી હોય છે. આનું કારણ છે કે ચાઈનીઝ ભાષામાં 4નું ઉચ્ચારણ "સિ" તરીકે થાય છે, જે મૃત્યુના ઉચ્ચારણથી સમાન છે. આ જ કારણેથી 4 નંબરને ઘણી વાર એક કાલી, દુઃખદ અને નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે.