નવી દિલ્હી : બર્ગર ખાવા ઘણા લોકોને પસંદ હોય છે. પરંતુ અહીં એવા વ્યક્તિની વાત છે કે એની તો વાત જ કંઇક અલગ છે. એક, બે નહીં પરંતુ પુરા 30 હજાર બર્ગર ઝાપટી ગયા બાદ પણ આ માણસનું પેટ અને મન ભરાયું નથી. આ ભાઇ આટલા બર્ગર ખાધા પછી પણ કોઇ એમને બર્ગર આપે તો છોડતા નથી, આટલા બધા બર્ગર ખાધા બાદ પણ એમનું આરોગ્ય સારૂ હોવાનું તે જણાવી રહ્યો છે. નવાઇની વાત એ છે કે આ ભાઇના શરીરમાં ચરબીનું પ્રમાણ પણ બરોબર હોવાનો દાવો કરાઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1972થી ખાય છે બર્ગર
આશ્વર્યચકિત કરી દેનારા આ કિસ્સો અમેરિકાનો છે. વિસ્કોન્સિનના રહેવાસી ડોન ગોર્સ્કે  બર્ગર મેન તરીકે પણ ઓળખાઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટસના આધારે ડોન ગોર્સ્કે 1972થી બર્ગર ખાઇ રહ્યો છે. આ શોખને યથાવત રાખતાં તાજેતરમાં ચાલુ માસમાં આ શખ્સે મેકડોનાલ્ડનો 30 હજારમો બિગ બર્ગર ખાઇ નવો રેકોર્ડ બનાવ્યો છે. 64 વર્ષિય ગોર્સ્કેનું કહેવું છે કે, તે છેલ્લા 46 વર્ષથી બિગ મેક બર્ગર રોજ ખાય છે. પરંતુ તે હજુ સુધી એનાથી બોર થયો નથી. આજે પણ બર્ગર એને એટલો જ પસંદ છે કે જેટલો જ્યારે એણે પહેલી વખત ખાધો હતો. 


ગિનીજ બુકમાં પણ સ્થાન મળ્યું
ગોર્સ્કેએ જણાવ્યું કે, એની પાસે અત્યાર સુધીમાં ખરીદેલ દરેક બર્ગરનું બિલ છે. વર્ષ 2016માં 28,788 બર્ગર ખાધા બાદ ડોન ગોર્સ્કેનું નામ ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાયું હતું.



માત્ર આઠ દિવસ જ કોરા રહ્યા
ડોન ગોર્સ્કેનું કહેવું છે કે, તે દરરોજ બર્ગર ખાય છે. છેલ્લા 46 વર્ષમાં માત્ર આઠ દિવસ જ એવા છે કે એણે બર્ગર ખાધું નથી. જેમાંનો એક દિવસ એવો છે કે જ્યારે માતાનું નિધન થયું હતું. ગોર્સ્કેનું કહેવું છે કે એ જેલમાં ગાર્ડનું કામ કરતો હતો પરંતુ બર્ગર ખાવા માટે સમય કાઢી લેતો હતો. હવે તે નિવૃત્ત થઇ ગયો છે અને પોતાને પસંદ હોય એ ફૂડ ખાવા માટે મોટી તક છે. 


40 હજાર બર્ગર ખાવાનું લક્ષ્ય
ડોન ગોર્સ્કેના બર્ગર શોખને લીધે આરોગ્યની ચિંતા કરતી પત્ની ઘણી પરેશાન રહે છે. તે કહે છે કે, એક સમયે એની પત્ની રોજ ફળફળાદી અને શાકભાજી ખવડાવતી હતી. આજે એને એ પણ યાદ નથી કે એણે છેલ્લા ક્યારે ફળ ખાધા હતા. ગોર્સ્કેનું કહેવું છે કે, એનો લક્ષ્ય 40 હજાર બર્ગર ખાવાનો છે અને એ માટે એણે હજુ 14 વર્ષ જેટલો સમય લાગશે અને એ પૂર્ણ કરવા માટે એ સંપૂર્ણ સજ્જ છે.