નવી દિલ્હી: અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું છે કે, તેઓ ભારતને ધમકી આપવાની જગ્યાએ તમારી જગ્યામાં વિકસી રહેલા આતંકવાદની સામે કાર્યવાહી કરે. અમેરિકાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-A હટાવવા અને જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજનની જાહેરતાના જવાબમાં પાકિસ્તાને ભારતની સામે કૂટનીતિક સંબંધોમાં ઓછા કરવાનો નિર્ણય કર્યો છે. તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે, ભારતને આ નિર્ણયનો અંજામ ભોગવવો પડશે. આ જ પરિપ્રેક્ષ્યમાં અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે, દેશમાં વિકસી રહેલા આતંકવાદી બંધારણ સામે નિર્ણાયક કાર્યવાહી કરી દેખાડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ધૂંધવાયું પાકિસ્તાનઃ ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો કાપીને પોતાના જ પગ પર મારી કુહાડી


અમેરિકા હાઉસ અફેયર્સ કમિટિના એક નિવેદનમાં આ વાત કરવામાં આવી છે. આ કમિટિના ચેરમેન એલિએટ એલ એન્ગેલ અને સીનેટર બોબ મેનેંડેજે રજૂ કરેલા નિવેદન શેર કરેલું નિવેદન જાહેર કરીને આ વાત કરી. બોબ સીનેટ ફોરેન રિલેશન્સ કમિટિના રેકિંગ મેમ્બર છે. નિવેદનમાં કહ્યું હતું કે, દુનિયાનું સૌથી મોટા લોકતંત્ર હોવાના કારણે ભારતની સમક્ષ તેમના બધા નાગરિકોની સુરક્ષા અને સન્માન અધિકારોને પ્રોત્સાહિત કરવાની જવાબદારી છે. આ રીતે બધા માટે દરેક પ્રકારની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી, સૂચનાની ઉપલબ્ધતા અને કાયદા અનુસાર દરેકને સમાન સંરક્ષણ આપવાની તક છે. પારદર્શિતા અને રાજકીય ભાગીદારી સહભાગી પ્રતિનિધિ લોકશાહીનો આધારસ્તંભ છે. અમે આશા રાખીએ કે જમ્મુ-કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું પાલન કરો.


જુઓ Live TV:-


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...