ન્યૂયોર્ક: અમેરિકી રિસર્ચર્સે કોરોના વાયરસ પર નવો પ્રયોગ કરીને દુનિયાભરમાં ખભભળાટ મચાવી દીધો છે. વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ તૈયાર કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી ઘાતક કોરોના વેરિએન્ટ ગણવામાં આવી રહ્યો છે. બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સની એક ટીમે અનેક પરીક્ષણો બાદ આ કોવિડ-19 સ્ટ્રેનને બનાવવાનો દાવો કર્યો છે. બરાબર એ જ રીતે જેમ શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે કોરોના મહામારીને ચીને દુનિયાભરમાં લોન્ચ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાયરસથી સંક્રમિત લોકોમાંથી 80ના માથે મોતનું જોખમ છે. રિસર્ચર્સે કહ્યું કે નવા સ્ટ્રેનમાં ઓમીક્રોન વેરિએન્ટની સરખામણીમાં પાંચ ગણો વધુ સંક્રામક વાયરસ કણ છે. 


ઓમીક્રોન અને મૂળ વાયરસનું સંયોજન
રિસર્ચર્સે કહ્યું કે વુહાનમાં ઓમીક્રોન અને મૂળ વાયરસના સંયોજને 80 ટકા ઉંદરોને મારી નાખ્યા. જ્યારે ઉંદરોને ફક્ત ઓમીક્રોનના સંપર્કમાં લાવવામાં આવ્યા તો હળવા લક્ષણોનો અનુભવ કર્યો. 


કેવી રીતે તૈયાર થયો લેબમાં વાયરસ
શાળાની નેશનલ ઈમર્જિંગ ઈન્ફેક્શિયસ ડિસિસ લેબોરેટરીઝમાં ફ્લોરિડા અને બોસ્ટનની ટીમે ઓમીક્રોનથી સ્પાઈક પ્રોટીન કાઢ્યો અને તેને ચીનના વુહાનમાં શરૂ થયેલી મહામારીની શરૂઆતમાં મળેલા સ્ટ્રેન સાથે જોડ્યો. પછી જોયું કે ઉંદરોએ કેવી રીતે હાઈબ્રિડ સ્ટ્રેન પર પ્રતિભાવ આપ્યો. રિસર્ચ પેપરમાં કહેવાયું છે કે ઉંદરોમાં ઓમીક્રોન હળવા અને બિન ઘાતક સંક્રમણનું કારણ બને છે. હાઈબ્રિડ વાયરસ 80 ટકા મૃત્યુદર સાથે ગંભીર બીમારી પેદા કરે છે. સ્પાઈક પ્રોટીન સંક્રામકતા માટે જવાબદાર છે. જ્યારે તેની સંરચનાના અન્ય ભાગોમાં પરિવર્તનથી તે ઘાતક બને છે. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube