અમેરિકાના સેનેટર જોન મેક્કેઈનનું અવસાન, પરિવારે અંતિમ સંસ્કારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને ન બોલાવ્યા
મેક્કેઈનનું શનિવારે સાંજે 4.28 કલાકે નિધન થયું હતું. મેક્કેઈનની ઓફિસમાંથી રવિવારે આ માહિતી આપવામાં આવી હતી. મેક્કેઈનનો જન્મ 29 ઓગસ્ટ, 1936ના રોજ પનામાના કેનાલ જોન ગામમાં થયો હતો. જુલાઈ, 2017થી તેમનો બ્રેઈન ટ્યુમરનો ઈલાજ ચાલી રહ્યો હતો.
વોશિંગટનઃ અમેરિકન સેનેટર અને વિયેટનામ યુદ્ધના નાયક રહેલા જોન મેક્કેઈનનું 81 વર્ષની વયે નિધન થયું છે. મેક્કેઈને શવિવારે સાંજે 4.28 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. મેક્કેઈનની ઓફિસે રવિવારે આ માહિતી આપી હતી. મેક્કેઈનનો જન્મ 19 ઓગસ્ટ, 1936ના રોજ પનામા કેનાલમાં જન્મ થયો હતો. જુલાઈ, 2017થી તેમનો બ્રેઈન ટ્યુમરનો ઈલાજ ચાલી રહ્યો હતો.
મેક્કેઈનના પરિવારે આ સપ્તાહની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે, હવે તેઓ ઈલાજ બંધ કરી રહ્યા છે. વોશિંગટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે સેનેટમાં ત્રણ દાયકા સુધી એરિઝોનાનું પ્રતિનિધિત્વ કરવા દરમિયાન તેઓ બે વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ લડ્યા હતા, જેમાં તેમને નિષ્ફળતા સાંપડી હતી. તેઓ જ્યોર્જ ડબલ્યુ બુશ સામે પ્રાથમિક ચૂંટણી પ્રચારમાં જ હારી ગયા હતા.
6 વખત સેનેટર રહેલા મેક્કેઈનને 2008માં રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપિત પદના ઉમેદવાર બનાવ્યા હતા. મેક્કેઈન 2008ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઓબામા સામે હારી ગયા હતા. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, મેક્કેઈને ડિસેમ્પર, 2017માં વોશિંગટન છોડી દીધું હતું. તેમના જવાને કારણે સંસદ અને ટેલિવિઝન સ્ટૂડોમાં એક ખાલીપો આવી ગયો હતો. તેઓ અહીં દાયકાઓ સુધી રહ્યા હતા.
છેલ્લા કેટલાક મહિના દરમિયાન પણ તેઓ સંપૂર્ણપણે શાંત રહ્યા ન હતા. તેમણે પોતાની ટ્વીટ અને નિવેદન દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક વખત હુમલા કર્યા હતા. બિમાર થઈ ગયા બાદ પણ તેમની રાજકીય ઈચ્છાશક્તી સમાપ્ત થઈ ન હતી. મેક્કેઈને વારંવાર સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ટ્રમ્પ અને તેની 'અમેરિકા ફર્સ્ટ'ની વિચારધારાને વૈશ્વિક નેતૃત્વનાં મૂલ્યો અને પરંપરાઓથી અલગ હોવાનું માને છે.
મેક્કેઈનનો ટ્રમ્પ સાથેનો સંબંધ 19 જુલાઈ, 2017ના રોજ તેમના મગજના કેન્સરની જાહેરાતના 9 દિવસ બાદ થયો હતો. મેક્કેઈન સર્જરી બાદ સેનેટ રૂમમાં આવ્યા હતા અને તેમણે એફોર્ડેબલ કેર એક્ટને સ્થાને રિપબ્લિકન યોજના લાવવાને નિષ્ફળ બનાવી હતી. તેમણે છેલ્લા જાહેર કાર્યક્રમમાં ટ્રમ્પની જુલાઈમાં પુતિન સાથેની મુલાકાત અંગે પણ જોરદાર ટીકા કરી હતી. મેક્કેઈનને ટ્રમ્પૃ-પુતિનની મુલાકાતને અમેરિકાના રાષ્ટ્રપતિનું સૌથી અપમાનજનક પ્રદર્શન જણાવ્યું હતું.
મેક્કેઈનના મિત્રોએ જણાવ્યું કે, મેક્કેઈને ગયા વર્ષે જ પોતાના અંતિમ સંસ્કારની યોજના તૈયાર કરી લીધી હતી. તેમના પરિવારે જણાવ્યું કે, ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું નથી.