લંડન: બ્રિટનમાં કોરોના વાયરસના વધતા કેસોએ સરકારની ઊંઘ ભલે ઉડાવી દીધી હોય પરંતુ તે હજુ પણ કડક નિયંત્રણો લાગૂ કરવાના પક્ષમાં નથી. મંગળવારે અહીં બે લાખથી વધુ કેસ નોંધાયા. છેલ્લા કેટલાક સમયથી સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો જે જોતા મનાતું હતું કે સરકાર લોકડાઉન જેવા કડક પગલાં ઉઠાવી શકે છે. પરંતુ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને તેનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે હાલ લોકડાઉન લગાવવામાં આવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક ગતિવિધિઓ બંધ કરવી જરૂરી નથી
બ્રિટનમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની રફતારમાં પણ તેજી આવી છે. જેના કારણે કેસ વધી રહ્યા છે. જેને જોતા એક્સપર્ટ્સ કડક નિયંત્રણો લાગૂ કરવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ સરકાર તે માટે હાલ તૈયાર નથી. પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને મંગળવારે કહ્યું કે આર્થિક ગતિવિધિઓ બંધ કર્યા વગર પણ ઈંગ્લેન્ડ કોવિડ-19 સંક્રમણને બેકાબૂ થતા રોકી શકે છે. 


Omicron બાદ કોરોનાનો વધુ એક વેરિએન્ટ મળી આવ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ


બૂસ્ટર ડોઝ અને સાવધાની પૂરતી
પ્રધાનમંત્રી જ્હોન્સને ઈંગ્લેન્ડમાં કડક લોકડાઉન નિયંત્રણો લાગૂ કરવાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે રસીના બુસ્ટર ડોઝ અને લોકોને સાવધાની વર્તવા માટે જાગૃત કરવા એ કોરોનાની નવી લહેરને રોકવા માટે પૂરતું છે. અત્રે જણાવવાનું કે મંગળવારે કોરોનાના 218,724 નવા કેસ નોંધાયા જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. 


કેસ વધ્યા પરંતુ મૃત્યુદર નહીં
બ્રિટનના મુખ્ય ચિકિત્સા અધિકારી ક્રિસ વ્હિટીએ કહ્યું કે કોરોનાના કેસમાં વૃદ્ધિ સાથે મૃત્યુદરમાં વધારો થયો નથી. આથી હાલ સરકાર લોકડાઉન જેવા ઉપાયો પર વિચારી રહી નથી. જ્યારે પીએમ જ્હોન્સને કહ્યું કે આઈસીયુમાં દાખલ 60 ટકા દર્દીઓએ કોરોનાની રસી લીધી નથી. અમારી કોશિશ વધુમાં વધુ લોકોને રસી આપવાની છે. જેથી કરીને સંક્રમણ ફેલાવવાની આશંકાને સિમિત કરી શકાય. આ બાજુ ઈટાલીમાં પણ એક દિવસમાં 170,844 કેસની પુષ્ટિ થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube