વોશિંગ્ટન: ઓમિક્રનના વધતા ખૌફ વચ્ચે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 50 લાખના આંકડાને પાર કરી ગયા છે. આ સાથે જ તે અમેરિકાનું પહેલું એવું રાજ્ય છે જ્યાં કોરોના સંક્રમણના કુલ કેસનો આંકડો 50 લાખને પાર ગયો છે. સરકાર દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા આંકડાથી આ વાત સામે  આવી છે જે દર્શાવે છે કે કેલિફોર્નિયામાં સંક્રમણના કેસમાં તેજી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 75,500 થી વધુના મોત
કેલિફોર્નિયા જન સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ મુજબ રાજ્યમાં સંક્રમણનો પહેલો કેસ 25 જાન્યુઆરી 2020ના રોજ સામે આવ્યો હતો. તેના બરાબર 292 દિવસ બાદ તે જ વર્ષે 11 નવેમ્બરે સંક્રમણના કેસ વધીને 10 લાખ થયા હતા. ત્યારબાદ 44 દિવસે રાજ્યમાં સંક્રમણના કેસ 20 લાખથી વધુ થયા. કોરોનાથી મોતની વાત કરીએ તો રાજ્યમાં સંક્રમણથી 75,500 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 


'ઉચ્ચ પ્રસાર'વાળા વિસ્તારોમાં કેલિફોર્નિયા
અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ કેલિફોર્નિયાને દેશના મોટાભાગના સ્થાનો સાથે વાયરસના ઉચ્ચ પ્રસારવાળા ક્ષેત્રની સૂચિમાં નાખ્યું છે. આ બધા વચ્ચે રાજ્યમાં સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધી રહ્યા છે. જેણે સરકારની ચિંતા વધારી છે. ગત સાત દિવસોમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં 12 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન 4401 લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે તેમાં ઓમિક્રોનના કેટલા કેસ છે. 


બગડતી સ્થિતિ માટે ઓમિક્રોન જવાબદાર
અમેરિકામાં ફરીથી બગડતી સ્થિતિ માટે ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. યુએસ સે્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC) ના જણાવ્યાં મુજબ અમેરિકામાં સામે આવેલા કેસમાં ઓમિક્રોનની ભાગીદારી 58.6 ટકા છે. જ્યારે ડેલ્ટાની ભાગીદારી 41.1 ટકા છે. CDC ના ડાઈરેક્ટર રોશેલ વાલેન્સ્કીએ ચેતવણી આપતા કહ્યું કે અમેરિકામાં ઓમિક્રોન વેરિએન્ટના અનેક કેસ જોવા મળશે. તેમણે કહ્યું કે મોટાભાગના દર્દીઓની હાલત ગંભીર નહીં રહે પરંતુ તેઓ એસિમ્પ્ટોમેટિક જરૂર હશે. 


(ઈનપુટ- ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube