વોશિંગ્ટન: યુક્રેન પર રશિયાના હુમલાની વધતી આશંકાઓ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને પાછા ફરવા જણાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે યુક્રેન સ્થિત અમેરિકી દૂતાવાસમાં કાર્યરત તમામ અમેરિકી કર્મીઓના પરિવારોને તત્કાળ યુક્રેન છોડવા માટે આદેશ આપ્યો છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે દૂતાવાસમાં કાર્યરત બિન જરૂરી કર્મચારીઓ સરકારી ખર્ચે દેશ છોડીને આવી શકે છે. અત્રે જણાવવાનું કે યુક્રેનની સરહદે રશિયાના સૈનિકોના વધતા જમાવડાથી સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુલ્લું રહેશે અમેરિકી દૂતાવાસ
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકિન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તણાવ ઓછો કરવા માટે શુક્રવારે વાતચીત પણ કરી, પરંતુ સફળતા મળી નહીં. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે કીવ સ્થિત અમેરિકી દૂતાવાસ ખુલ્લુ રહેશે અને આ જાહેરાતનો અર્થ યુક્રેનથી અમેરિકી અધિકારીઓને કાઢવાનો નથી. તેમણે કહ્યું કે આ પગલા પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી અને તેનો અર્થ એ નથી કે અમેરિકા યુક્રેન પ્રત્યે સમર્થન ઓછું કરી રહ્યું છે. 


'મુસ્લિમ છું, એટલે મંત્રી પદેથી હટાવવામાં આવી', આ સાંસદે લગાવ્યો ગંભીર આરોપ


રશિયાએ દાવો ફગાવ્યો
બીજી બાજુ રશિયાના વિદેશ મંત્રાલયે રવિવારે બ્રિટનનો એ દાવો ફગાવ્યો કે તેમનો દેશ યુક્રેનની સરકારને રશિયા સમર્થિત પ્રશાસનથી બદલવા માંગે છે અને યુક્રેનના પૂર્વ સાંસદ યેવેની મુરાયેવ આ માટે સંભવીત ઉમેદવાર છે. નોંધનીય છે કે મુરાયેવ રશિયા સમર્થક નાની પાર્ટી નાશીના પ્રમુખ છે. જેની પાસે હાલમાં યુક્રેનની સંસદમાં કોઈ સીટ નથી. બ્રિટનના વિદેશ મંત્રાલયે યુક્રેનના અનેક નેતાઓના નામ લીધા, જેમના વિશે કહેવાયું છે કે તેમના રશિયાની ગુપ્તચર સેવાઓ સાથે સંબંધ રહ્યા છે. 


'રશિયા સમર્થક નેતાઓનો દોર ખતમ'
મુરાયેવે ન્યૂઝ એજન્સી AP ને જણાવ્યું કે બ્રિટનનો દાવો હાસ્યાસ્પદ છે અને રશિયન સુરક્ષાને જોખમ હોવાના આધારે 2018 બાદથી રશિયામાં તેમનો પ્રવેશ પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ યુક્રેનના સૌથી મોટા રશિયા સમર્થક નેતા તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના મિત્ર વિક્ટર મેદવેદચુક સાથે સંઘર્ષને ધ્યાનમાં લઈ લગાવવામાં આવ્યો છે. નાશી પાર્ટીને રશિયા પ્રત્યે સહાનુભૂતિ રાખનારી ગણવામાં આવે છે. પરંતુ મુરાયેવે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે પશ્ચિમ સમર્થન અને રશિયા સમર્થક નેતાઓનો દોર યુક્રેનમાં હંમેશા માટે સમાપ્ત થઈ ગયો છે. 


'NATO દેશ તણાવ વધારી રહ્યા છે'
આ બાજુ યુક્રેનના રાજનીતિક વિશ્લેષક વોલોદિમિર ફેસેન્કોએ મુરાયેવને યુક્રેનમાં રશિયન જૂથના મહત્વના નેતા ગણાવ્યા. પરંતુ આ સાથે એમ કહ્યું કે મુરાયેવ બીજા સ્થાનના ખેલાડી છે. મને નથી લાગતું કે મુરાયેવનો ક્રેમલિન સાથે સીધો સંપર્ક છે. રશિયાના વિદેશ મંત્રાલયે પણ બ્રિટનના આ દાવાને ફગાવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ કહ્યું કે બ્રિટનના વિદેશ મંત્રાલય દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી જાણકારી એ વાતને સ્પષ્ટ રીતે પ્રમાણિત કરે છે કે નાટો (ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન) દેશ યુક્રેનની આસપાસ તણાવને વધારી રહ્યા છે. અમે બ્રિટનના વિદેશ મંત્રાલયને ઉક્સાવનારી ગતિવિધિઓ બંધ કરવાની અપીલ કરીએ છીએ. 


વ્લાદિમીર પુતિનના સીક્રેટ પેલેસનો અદ્ભુત નજારો, વાયરલ થઈ તસવીરો


ટેન્ક ભેદી હથિયારો મોકલ્યા
બ્રિટનની સરકારે આ દાવો ગુપ્તચર સમીક્ષાના આધારે કર્યો છે. પરંતુ તેના સમર્થનમાં કોઈ પુરાવો રજુ કર્યો નથી. બ્રિટને આવો આરોપ એવા સમયે લગાવ્યો છે કે જ્યારે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે યુક્રેનને લઈને તણાવ ચરમસીમાએ છે. બ્રિટનના વિદેશમંત્રી લિઝ ટ્રસે કહ્યું કે આ જાણકારી યુક્રેનના વિનાશ કરવાના ઈરાદે કરાઈ રહેલી રશિયન ગતિવિધિઓ પર પ્રકાશ ફેંકે છે અને ક્રેમલિનની સોચને દર્શાવે છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે પોતાની સેનાની કોઈ પણ મોટી રણનીતિક ભૂલ માટે રશિયાએ ભારે કિંમત ચૂકવવી પડશે. બ્રિટને સંભવિત રશિયન હુમલાથી યુક્રેનની રક્ષા મજબૂત કરવાના પ્રયત્નો હેઠળ ત્યાં ટેંક ભેદી હથિયાર મોકલ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube