વૉશિંગ્ટન: કોરોના વેક્સિન શોધાયા પછી પણ સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ આ તમામ અહેવાલો વચ્ચે  કોરોના સંક્રમણથી બચવા માટે અમેરિકાએ એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકી રેગ્યુલેટર્સે શુક્રવારે તમામ વયસ્કો માટે કોવિડ 19 બૂસ્ટર ડોઝ (Booster Dose) આપવાનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે. કોરોના વાયરસ (Covid-19)ના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારના રસીકરણ કાર્યક્રમનો વિસ્તાર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક પુખ્ત વયના લોકોને લાગશે બૂસ્ટર ડોઝ
ફાઈઝર (Pfizers) અને મૉડર્ના (Moderna) એ ઓછામાં ઓછા 10 રાજ્યો વતી તમામ પુખ્તોને બૂસ્ટર ડોઝની રજૂઆત કર્યા પછી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ નિર્ણયની જાહેરાત કરી. અગાઉના બૂસ્ટર ડોઝ માત્ર 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગંભીર બીમારીનું જોખમ ધરાવતા લોકો અને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યવસાયોમાં રોકાયેલા લોકો માટે જ ઉપલબ્ધ હતો. પરંતુ આ નિર્ણય બાદ હવે 18 વર્ષથી ઉપરના દરેક પુખ્તને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.


ગુજરાતના પાડોશી રાજ્યમાં મોડી રાત્રે ધરા ધ્રૂજી, 4.6ની તીવ્રતાવાળા ભૂકંપથી લોકોમાં ડર


બૂસ્ટર ડોઝમાં ફાઈઝરની રસીના 30 માઇક્રોગ્રામનો સમાવેશ થશે, જે અગાઉના ડોઝ જેટલો જ છે, જ્યારે મોડર્નાની રસીમાં 50 માઇક્રોગ્રામ લાગુ કરવામાં આવશે, જે પ્રથમ ડોઝનો અડધો છે. પરંતુ એફડીએ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.


નવા વર્ષ પહેલા લાગી જશે ત્રણેય ડોઝ?
રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રો (સીડીસી) માટે સ્વસ્થ યુવાઓ, વયસ્કો માટે પણ ફાઈઝર અને મોડર્ના બૂસ્ટર ડોઝનો વિસ્તાર વધારવા માટે સંમતિ હોવી જોઈએ. તેના વિજ્ઞાની સલાહકાર શુક્રવાર પછી ચર્ચા કરવા માટે તૈયાર હતા. જો સીડીસી સંમત થશે તો લાખો અમેરિકનો માટે નવા વર્ષ પહેલા સુરક્ષાના ત્રણેય ડોઝ મળી શકે છે.


અમેરિકામાં જે કોઈને પણ જોનસન એન્ડ જોનસનની એક ડોઝ મળી છે, તેણે પહેલાથી જ બૂસ્ટર મળી શકે છે. અમેરિકામાં ઉપયોગ કરવામાં આવનાર કોવિડ-19 ની તમામ રસી હજુ પણ હોસ્પિટલમાં ભરતી અને મૃત્યું સહિત ગંભીર બિમારીઓ સામે મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ સંક્રમણથી સુરક્ષા સમયની સાથે ઓછું થઈ શકે છે.


ઝડપથી  વધ્યા કોરોના કેસ
આ કદમ ત્યારે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે કોવિડ 19ના કેસ છેલ્લા બે અઠવાડિયાથી વાયુવેગે વધી રહ્યા છે. ખાસ કરીને તે રાજ્યોમાં જ્યાં ઠંડીની મોસમમાં લોકો ઘરોની અંદર રહેવા મજબૂર છે. અમેરિકાના ટોપ સાઈન્ટિસ્ટ ડો. એન્થની ફાઉચીએ જણાવ્યું હતું કે, હું અન્ય કોઈ વેક્સિન વિશે જાણતો નથી અને આપણે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ લોકોને હોસ્પિટલમાં દાખલ થવું ન પડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube