સોનાનું જંગલ! અવકાશમાંથી જોવા મળે છે સુંદર નજારો : જ્યાં જુઓ ત્યાં સોનું જ સોનું, જુઓ તસવીરો
peru gold reserve: આ તસવીર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં હાજર એક અવકાશયાત્રીએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને લીધી છે. વાસ્તવમાં આ સોનાના જંગલની તસવીર નથી. તે એમેઝોનના જંગલ અને ગેરકાયદે સોનાની ખાણકામની સમસ્યાઓ દર્શાવે છે.
Peru Gold ISS NASA : આ ફોટોમાં દેખાય છે એ જંગલ, સોનાની નદીઓ અને સામાન્ય નદીની તસવીર અવકાશમાંથી લેવામાં આવી છે. આ વિસ્તાર પેરુમાં છે. જ્યાં એમેઝોનના જંગલોમાં સોનું પથરાયેલું છે. સ્પેસ સ્ટેશનથી લીધેલી આ તસવીરમાં તમને સોનું, જંગલ, નદી, કાપેલા જંગલ અને રહેણાંક વિસ્તારો પણ જોવા મળશે. જાણો આ ફોટોની પૂરી સ્ટોરી...
પેરુના (Peru)એમેઝોનના જંગલોનો તાજેતરમાં અવકાશમાંથી ફોટો લેવામાં આવ્યો હતો. જ્યારે ફોટો ડેવલપ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અહીં સોનાનું જંગલ (Gold Forest)છે. ચારે બાજુ માત્ર સોનું જ છે. આ તસવીર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં હાજર એક અવકાશયાત્રીએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને લીધી છે. વાસ્તવમાં આ સોનાના જંગલની તસવીર નથી. તે એમેઝોનના જંગલ અને ગેરકાયદે સોનાની ખાણકામની સમસ્યાઓ દર્શાવે છે.
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
આ પણ વાંચો: સાચવજો! હોલમાર્ક વિના સોનાના વેચાણ પર પ્રતિબંધ : ઘરે રાખેલા ઘરેણાં પણ વેચી શકશો નહીં
ગોલ્ડન ફોરેસ્ટની આ તસવીર પેરુના માદ્રે-દે-દીયોસ પ્રાંતની છે. તે એમેઝોનના વરસાદી જંગલોમાં સ્થિત એક રાજ્ય છે. આ આખો વિસ્તાર પાણીથી ભરેલી ખીણો, તળાવો, નદીઓ અને સ્ત્રોતોથી ભરેલો છે. અહીં તસવીરમાં ડાબી બાજુ ઈનામબારી નદી દેખાય છે. આ ઉપરાંત જંગલની વચ્ચે દેખાતા સોનાના રંગના ખાડાઓ ગેરકાયદેસર ખનન વિશે જણાવે છે. જંગલો કપાય છે. આ સુવર્ણ જંગલ લગભગ 15 કિલોમીટર લાંબુ છે.
સોનાની નદી જેવી દેખાતી ખાણ જુઓ
પેરુ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો સોનાનું ઉત્પાદન કરતો દેશ છે. માદ્રે-દ-ડીઓસ સૌથી મોટું સ્વતંત્ર ખાણકામ કેન્દ્ર છે. આ ખાણકામને કારણે એમેઝોનના જંગલો કપાઈ રહ્યા છે. સોનું કાઢવાની પ્રક્રિયામાં મરકરીનો ઉપયોગ થાય છે. જેના કારણે ત્યાં પારાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ જંગલોમાંથી સોનું કાઢતા હજારો પરિવારો આ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.
ધંધા-પર્યટન માટે બનાવાયો હતો હાઈવે
તસવીરમાં નીચે એક નાનું શહેર દેખાઈ રહ્યું છે નુએવા અરેક્વિપા છે. જે સધર્ન ઈન્ટરઓસેનિક હાઈવે પાસે છે. આ હાઇવે વર્ષ 2011માં બનાવવામાં આવ્યો હતો. આ એકમાત્ર રસ્તો છે જે બ્રાઝિલને પેરુ સાથે જોડે છે. આ માર્ગ વેપાર અને પ્રવાસન માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તેનો ઉપયોગ ગેરકાયદેસર ખાણકામ અને વનનાબૂદી માટે થઈ રહ્યો છે. આમાંના કેટલાક વિસ્તારો તમ્બોપાટા નેશનલ રિઝર્વ હેઠળ આવે છે. જ્યાં ખાણકામ પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો: DA ને લઇને આવી ગઇ ખુશખબરી, આ દિવસે મળશે 50 ટકા મોંઘવારી ભથ્થું!
આ પણ વાંચો: Mobile In Toilet: શું તમે પણ ટોયલેટમાં મોબાઇલ યૂઝ કરો છો? આ બિમારીઓ કરી શકે છે હુમલો
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે રાહત, વ્યાપારિક મંદીની શક્યતા
સૂરજની રોશની પડતાં ચમકે છે સોનાની ખાણો
જ્યારે સૂર્યપ્રકાશ તેમના પર પડે છે, ત્યારે જંગલોની મધ્યમાં હાજર આ સોનાની ખાણો તેજસ્વી રીતે ચમકે છે. અવકાશમાંથી જોવામાં આવે તો એવું લાગે છે કે સોનાની નદી વહી રહી છે. તે ઉપરથી નદી જેવું લાગે છે પરંતુ તેમાં સોનાની ખાણના ખાડા છે. ચારે બાજુ માટી છે. પછી તેમની બાજુમાં જંગલ. આ ફોટો અવકાશમાંથી Nikon D5 ડિજિટલ કેમેરા વડે લેવામાં આવ્યો છે.
જંગલો કાપવાની સાથે પારાના પ્રદૂષણથી સમસ્યા વધી રહી છે
આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં સોના માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. જેનું નુકસાન એમેઝોન અને તેની આસપાસ રહેતા સમુદાયોને થઈ રહ્યું છે. અહીં પૂર પ્રભાવિત વિસ્તારો પણ દેખાઈ રહ્યા છે. પારાના પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. કારણ કે મિથાઈલમરક્યુરીનો ઉપયોગ સોનાની ખાણકામ અને સફાઈ માટે થાય છે. તેઓ જંગલોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
મરકરી એક મોટું ન્યુરોટોક્સિન છે, જે ઘણું નુકસાન કરે છે
મિથાઈલમરક્યુરી એક અતિ ઝેરી પદાર્થ છે. જે ન્યુરોટોક્સિન છે. તે તળાવો અને નદીઓ દ્વારા ફેલાય છે. સમગ્ર દક્ષિણ અમેરિકામાં મરકરીનું પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સાથે એમેઝોનના જંગલોમાં સોનાની ખાણને લઈને હિંસા થઈ રહી છે. 1990માં સોનાની ગેરકાયદેસર ખાણકામ માટે 16 યાનોમામી લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. 2020માં પણ બે યાનોમામી લોકો માર્યા ગયા હતા. ગેરકાયદેસર ખાણકામ કરતા લોકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જો IT વિભાગ દ્વારા સ્વીકારવામાં ન આવે તો આ વર્ષે પગાર કરતાં વધુ TDS કાપવામાં આવશે
આ પણ વાંચો: હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો
આ પણ વાંચો: દર્દનાક હતું આ અભિનેત્રીનું મોત, એવી હાલત થઈ કે હાથગાડી પર લઈ જવો પડ્યો હતો મૃતદેહ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube