પિતા રહી ચૂક્યા છે IPL ના સ્પોન્સર, પુત્ર 40 હજાર કરોડની સંપત્તિ ઠુકરાવી બની ગયો સાધુ
મલેશિયાના ટેલિકોમ દિગ્ગજ આનંદ કૃષ્ણનના પુત્ર વેન જાન સિરિપાનયોએ પોતાના પિતાની બંપર સંપત્તિ અને ગ્લેમરસ જીવનને ઠુકરાવતા બૌદ્ધ ભિક્ષુક બનીને બધાને ચોંકાવી દીધા છે.
મલેશિયાના ટેલિકોમ દિગ્ગજ આનંદ કૃષ્ણનના પુત્ર વેન જાન સિરિપાનયોએ પોતાના પિતાની બંપર સંપત્તિ અને ગ્લેમરસ જીવનને ઠુકરાવતા બૌદ્ધ ભિક્ષુક બનીને બધાને ચોંકાવી દીધા છે. આનંદ કૃષ્ણન મલેશિયાના ત્રીજા સૌથી મોટા રઈસ વ્યક્તિ છે. તેમની 40 હજાર કરોડ (5 અબજ ડોલરથી વધુ)થી વધુ સંપત્તિ છે. તેઓ પૂર્વ ટેલિકોમ કંપની એરસેલના માલિક હતા. એરસેલે જાણીતી આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સને એક સમયે સ્પોન્સર કરી હતી.
આનંદ કૃષ્ણનનનો બિઝનેસ ટેલિકોમ ઉપરાંત સેટેલાઈટ, મીડિયા, ઓઈલ, ગેસ અને રિયલ એસ્ટેટ સેક્ટરોમાં પણ ફેલાયેલો છે. વેન જાન સિરિપાનયોના માતા એમ સુપ્રિન્દા ચક્રબાનો સંબંધ થાઈલેન્ડના શાહી પરિવાર સાથે છે.
કેવી રીતે બન્યા ભિક્ષુક
એવું કહેવાય છે કે વેન જાન સિરિપાનયો જ્યારે 18 વર્ષના થયા ત્યારે એકવાર તેઓ થાઈલેન્ડમાં પોતાના મોસાળ ગયા હતા ત્યારે ત્યાં સૌથી પહેલા એક બૌદ્ધ મઠ સાથે જોડાઈને ભિક્ષુક બનવાનો નિર્ણય લીધો. તે સમયે તેમણે ફક્ત એક આધ્યાત્મિક અનુભવ માટે આમ કર્યું હતું પરંતુ હવે બે દાયકા વીત્યા બાદ તેઓ સંપૂર્ણ રીતે બૌદ્ધ ભિક્ષુક બની ગયા છે અને પોતાની લક્ઝરી લાઈફ છોડીને જંગલમાં આવેલા એક બૌદ્ધ મઠમાં ભિક્ષુકની જેમ જીવે છે.
વેન જાન સિરિપાનયો વિશે કહેવાય છે કે તેમનું બાળપણ બ્રિટનમાં વિત્યું છે. બે બહેનો સાથે તેમનો ઉછેર બ્રિટનમાં થયો. તેઓ 8 ભાષાઓ જાણે છે. તેમનો ઉછેર વિવિધ સંસ્કૃતિઓની જાણકારી અને જીવનને લઈને સ્વતંત્ર દ્રષ્ટિકોણે તેમને બોદ્ધ શિક્ષાઓ તરફ આકર્ષિત કર્યા અને તેમને ત્યાં શાંતિનો અનુભવ થયો.
એવું પણ કહેવાય છે કે તેઓ બૌદ્ધ ભિક્ષુકની જેમ જીવવા લાગ્યા છે પરંતુ પોતાના પરિવાર વચ્ચે પણ પાછા ફરતા રહે છે અને ત્યારે તેઓ તે સ્થિતિમાં સામાન્ય જીવન જીવે છે. એટલે કે એકવાર જ્યારે તેમને તેમના પિતા આનંદ કૃષ્ણનને મળવા જવું હતું તો તેઓ પ્રાઈવેટ જેટથી તેમને મળવા માટે ઈટાલી પહોંત્યા હતા.