ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે, જેણે આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી છે અને એક વ્યક્તિને ગળી જવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાડથી લપેટાયો અજગર


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક કાર ઉભી છે અને તેના પર એક વિશાળકાય અજગર લપેટાયેલો છે. તેણે એક વ્યક્તિને મોઢામાં પણ પકડી રાખ્યો છે અને ધીમે ધીમે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભોગબનનારના કેટલાક મિત્રો તેનો પગ પકડીને તેને અજગરના મોઢામાંથી બહાર કાઢી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.


નાસાનું મેગા મૂન રોકેટ હવે ક્રૂ સાથેનાં મિશન માટે તૈયાર, જરૂરી ટેસ્ટ કર્યા પાસ


શિક્ષિકાએ 16 વર્ષના વિદ્યાર્થી પર દુષ્કર્મ આચર્યું, કહ્યું-સારા માર્ક્સ આપીશ


દેવાદાર પાકિસ્તાનનું પાણી બંધ કરી દેશે ભારત, મોદી સરકારે નોટિસ ફટકારી


જુઓ વિશાળકાય અજગરનો વીડિયો


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Earth.brains (@earth.brains)


આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે નકલી અજગર છે અને આ વીડિયો જાણી જોઈને બનાવવામાં આવ્યો છે. અમે આ વીડિયોની પુષ્ટિ પણ નથી કરતાં. આ દૃશ્ય earth.brains નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube