કમાન્ડો, ડ્રોનથી શુટિંગ....અંજુ-નસરુલ્લાહના નિકાહ પાછળ ક્યાંક ISI તો નથી ને?
પાકિસ્તાન પહોંચેલી બે બાળકોની માતા ભારતીય અંજુએ ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ મુસ્લિમ ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. હવે તેનું નવું નામ ફાતિમા થઈ ગયું છે. ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ વીડિયોમાં અંજુની આજુબાજુ હથિયારોથી લેસ પાકિસ્તાન પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તેની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોઈ શકે ખરો?
પાકિસ્તાન પહોંચેલી બે બાળકોની માતા ભારતીય અંજુએ ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ મુસ્લિમ ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. હવે તેનું નવું નામ ફાતિમા થઈ ગયું છે. ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ વીડિયોમાં અંજુની આજુબાજુ હથિયારોથી લેસ પાકિસ્તાન પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તેની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોઈ શકે ખરો? પાકિસ્તાનથી ભારત પહોંચેલી સીમા હૈદરને લઈને જ્યાં એકબાજુ મીડિયામાં તેને સતત કવરેજ મળી રહ્યું હતું ત્યાં બરાબર તેની આજુબાજુ જ ભારતની અંજુનું પાકિસ્તાન પહોંચવું અને પછી તેના પાડોશી દેશમાં હાજરીની ખબર પાકિસ્તાની મીડિયા દવારા લીક કરાવવી એ શક પેદા કરે છે. આ બધુ એક ષડયંત્ર હેઠળ થઈ રહ્યું હોવાનું જણાય છે. આ પ્લાન પાછળ ક્યાંક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસનું દિમાગ તો નથી ને. આ 5 એવી બાબતો છે જે શક પેદા કરે છે.
1. એક વર્ષની કોશિશ પરંતુ અચાનક મળી ગયા વિઝા
અંજુની મિત્રતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રહેતા નસરુલ્લાહ સાથે સોશિયલ મીડિયા દ્વારા 2019થી થઈ. ખબર મુજબ અંજૂ એક વર્ષથી પાકિસ્તાન જવા માટે વિઝાના ચક્કર લગાવી રહી હતી. પરંતુ જેવા સીમાના ચર્ચા થવા લાગ્યા કે અંજુને 21 જુલાઈના રોજ પાકિસ્તાન એમ્બેસી વિઝા આપી દે છે અને પછી અંજુ પાડોશી દેશ પહોંચી જાય છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન એમ્બેસીમાં ISI ના ઓફિસરોને તૈનાત કરાય છે. આ વાતનો ખુલાસો સમયાંતરે ભારતની એજન્સીઓ કરતી રહી છે.
2 જાણી જોઈને અંજુના સમાચાર મીડિયામાં વહેતા કરાયા
અંજુ પાકિસ્તાન જઈ રહી છે તે વાતની ખબર તેના પતિને નહતી. અંજુના ગાયબ થવાની ફરિયાદ પણ પતિ અરવિંદે પોલીસને કરી નહતી. આવામાં તે ક્યાં ગઈ અને ક્યાં નહીં તેની જાણકારી ભારતમાં કોઈને પણ ક્યારેય ન થાત. આવામાં અંજુ જો તેના મિત્રને મળવા માટે થોડા દિવસ પાકિસ્તાન જાય તો પણ તેના ખબર પાકિસ્તાનના મીડિયાને કોણે આપ્યા?
3. અંજુનો વીડિયો
અંજુની પાકિસ્તાનમાં હાજરી પુખ્તા કરવા માટે અંજુનો વીડિયો જારી કરવામાં આવ્યો જેમાં અંજુ પાકિસ્તાનમાં કાયદેસર રીતે પોતાની હાજરીને દર્શાવતી જોવા મળે છે અને કહે છે કે મિત્રને મળવા પાકિસ્તાન આવી છે અને સીમા જેમ ભારતમાં રોકાઈ ગઈ તેમ પાકિસ્તાનમાં જ રોકાઈ નહીં જાય પરંતુ જલદી પાકિસ્તાનથી ભારત પાછી ફરશે.
4. પહેલા મિત્રતા હતી...અચાનક ધર્મ પરિવર્તન અને નિકાહ
જે રીતે સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવે છે હિન્દુ ધર્મ અપનાવે છે, પૂજા પાઠ કરે છે અને તેનો વીડિયો વાયરલ થાય છે તે જ રીતે અંજુનું પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. અંજુનું ધર્મ પરિવર્તન કરાવીને તેને ફાતિમા બનાવવામાં આવે છે. સીમા અને સચીનની વાત કરીએ તો બંને પ્રેમ કરતા હતા. શરૂઆતથી ખુલીને બંનેએ કહ્યું. પરંતુ અંજુ અને નસરુલ્લાહે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ મિત્ર છે. પ્રેમ નથી કરતા અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ થોડા સમયમાં બધુ બદલાઈ જાય છે. અચાનક લગ્ન થઈ જાય છે. ધર્મ પરિવર્તન થાય છે અને વીડિયો વાયરલ થાય છે.
5. અંજુનું નિકાહનામુ
જે રીતે સીમા અને સચિનનો વીડિયો વાયરલ થયો હતો તે જ રીતે અંજુનું નિકાહનામું પણ વાયરલ કરાયું જેમાં અંજુ સંલગ્ન તમામ જાણકારી અપાઈ. એ પણ જણાવ્યું કે અંજુ હવે ઈસ્લામ અપનાવીને ફાતિમા બની ચૂકી છે. મલકંદ ડિવિઝનના ઉપ મહાનિરિક્ષક (DIG) નાસિર મહેમૂદ સત્તીએ પોતે અજુ અને નસરુલ્લાહના નિકાહની પુષ્ટિ કરી અને કહ્યું કે ઈસ્લામ અપનાવ્યા બાદ ભારતીય મહિલાનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે.
સ્પષ્ટ છે જે રીતે સીમાના ભારત આવવા પર પાકિસ્તાનમાં ધમાલ મચી હતી, સીમાને પાકિસ્તાન મોકલવા માટે સતત ધમકીઓ મળી રહી હતી, એટલે સુધી કે પાકિસ્તાની ડાકુઓએ ધમકી આપતા પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા સુદ્ધા કરવાની કોશિશ કરી તેનાથી સીમા હૈદરને લઈને પાકિસ્તાનની ભડાશ સ્પષ્ટ દેખાતી હતી. હવે અંજુ મામલે જોઈએ તો પાકિસ્તાનથી સીમાનું આવવું હવે એક પ્રેમ કહાની જેવું લાગે છે. પરંતુ અંજુનું ફાતિમા બનવું અને નિકાહ જેવું ષડયંત્ર દેખાય છે. એ હકીકત છે કે પ્રેમ હોય કે ષડયંત્ર છૂપાઈ શકતા નથી. સાચી હકીકત વધુ સમય સુધી ઢાંકપિછાડો કરી શકાશે નહીં અને ચોક્કસ બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube