અંજૂની પાકિસ્તાનમાં રડી-રડીને ખરાબ સ્થિતિ, એક સપ્તાહમાં આવી શકે છે ભારત, જાણો કારણ
નસરૂલ્લાહની પત્ની બની પાકિસ્તાનમાં જિંદગી પસાર કરવાનું સપનું જોનારી અંજૂ હવે ભારત પરત આવવા ઈચ્છે છે. તે પાકિસ્તાનમાં આજે ખુબ રડી રહી છે. નસરૂલ્લાહે પણ તેને ભારત આવવાની મંજૂરી આપી છે. પરંતુ અંજૂને પાકિસ્તાનમાં એક વર્ષના વિઝા મળ્યા છે.
ઇસ્લામાબાદઃ ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજૂ આ દિવસોમાં ખુબ પરેશાન છે. અંજૂના પાકિસ્તાની પતિ નસરૂલ્લાહે જણાવ્યું કે તે આજકાલ ખુબ રડી રહી છે. તેવામાં તેને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો ભારતીય દૂતાવાસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી થઈ જાય તો તે એક અઠવાડિયામાં ભારત પહોંચી જશે. અંજૂ જુલાઈમાં તેના ફેસબુક બોયફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પાકિસ્તાન પહોંચી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે તે માત્ર નસરુલ્લાહને મળવા આવી હતી અને તેનો પાકિસ્તાનમાં રહેવાનો કે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ બાદમાં તેણે લગ્ન કરી લીધા અને તેના વિઝા પણ લંબાવી દીધા.
આ સપ્તાહે ભારત આવી શકે છે અંજૂ
પાકિસ્તાની મીડિયા અનુસાર જો તે પોતાના દસ્તાવેજોનની ચકાસણી કરાવી લે તો અંજૂ એક સપ્તાહની અંદર ભારત આવવા તૈયાર છે. નસરૂલ્લાહે પણ બાળકોના જીવની ચિંતા વ્યક્ત કરતા મંજૂરી આપી દીધી છે. નસરૂલ્લાહે જણાવ્યું કે અંજૂ આજકાલ રડી રહી છે. તેને પોતાના બાળકોની યાદ આવી રહી છે. તે પોતાના બાળકોને મળવા ભારત આવવા ઈચ્છે છે. તેવામાં નસરૂલ્લાહ હવે તેને ભારત મોકલવાના પ્રયાસમાં લાગેલો છે.
અંજૂને પાકિસ્તાનમાં 1 વર્ષનો વિઝા મળ્યા છે
અંજૂ આ વર્ષે જુલાઈમાં 1 મહિનાના વિઝિટર વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી. જ્યારે તેણે પાકિસ્તાની યુવક નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા ત્યારે તેને તેના વિઝા લંબાવવાની જરૂર લાગી. આવી સ્થિતિમાં નસરુલ્લાહે તેને પાકિસ્તાનના આંતરિક મંત્રાલય પાસે લઈ ગયો અને અંજુને 1 વર્ષ માટે વિઝા મળી ગયા. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું કે અંજૂ હવે નસરુલ્લાની પત્ની તરીકે પાકિસ્તાનમાં રહેશે, પરંતુ બદલાતા સંજોગોએ તેને ભારત આવવા મજબૂર કરી દીધી છે.
ભારત આવવા પર અંજૂની થશે ધરપકડ?
અંજૂ વિરુદ્ધ તેના પતિએ રાજસ્થાનમાં એફઆઈઆર દાખલ કરાવી છે. આ એફઆઈઆરમાં અંજૂના પતિએ ખુદના જીવને ખતરો ગણાવ્યો છે અને કહ્યું કે અંજૂ અને નસરૂલ્લાહ તેની હત્યા કરી શકે છે. તેણે અંજૂના બે લગ્ન કરવાને લઈને પણ ફરિયાદ કરી છે. ભારતીય કાયદા અનુસાર, છુટાછેડા વગર કોઈ બે લગ્ન ન કરી શકે. અંજૂએ નાગરિકતા છોડી નથી, તેવામાં તેના પર ભારતના કાયદા લાગૂ થશે. અંજૂના પતિએ તે પણ કહ્યું કે તેણે પોતાના બાળકોને પાકિસ્તાન લઈ જવાની ધમકી પણ આપી છે. તેવામાં બની શકે કે ભારત આવવા પર અંજૂએ પોલીસની પૂછપરછનો સામનો કરવો પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube