US પર ખતરાની વધુ એક તલવાર, આ સમસ્યાથી થઈ શકે છે 75,000 લોકોના મોત
કોરોના વાયરસના કહેરે પહેલાથી જ અમેરિકાની સ્થિતિ ખરાબ કરી છે. હવે એક નવા સંશોધનમાં જે દાવો સામે આવ્યો છે તેને સાંભળીને તો ઘણા લોકોની ઊંઘ ઉડી જશે. આ સંસોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી નિરાશાથી 75,000 અમેરિકન નાગરિકના મોત થઈ શકે છે.
ન્યુયોર્ક: કોરોના વાયરસના કહેરે પહેલાથી જ અમેરિકાની સ્થિતિ ખરાબ કરી છે. હવે એક નવા સંશોધનમાં જે દાવો સામે આવ્યો છે તેને સાંભળીને તો ઘણા લોકોની ઊંઘ ઉડી જશે. આ સંસોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી નિરાશાથી 75,000 અમેરિકન નાગરિકના મોત થઈ શકે છે.
આ પણ વાંચો:- કોરોના: આખરે ઝુકવા મજબુર થયો ડ્રેગન, WHOની આ વાતથી સંમત છે ચીન
નેશનલ પબ્લિક હેલ્થ ગ્રુપ વેલ બીઈંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા એક વિશ્લેષણ અનુસાર, વધતી બેરોજગારીના સંકટ, આર્થિક મંદી, આઇસોલેશન અને મહામારીના દુર થવાને લઇને અનિશ્ચિત્તાના કારણે લોકોમાં ખાસ તણાવ અને નિરાશા ઉભી થઈ છે. આ નિરાશા મોતની સંખ્યા વધારી શકે છે.
આ પણ વાંચો:- Lockdownની સાઈડ ઈફેક્ટ, દુનિયામાં વધશે જન્મદર, ભારતમાં જન્મશે આટલા કરોડ બાળકો
આ માટે, લોકોને ઉચ્ચ ગુણવત્તાની માનસિક સ્વાસ્થ્ય સારવાર અને સમુદાય સમર્થન આપવું જરૂરી છે, જેમાં સંઘીય, રાજ્ય અને સ્થાનિક સંસાધનો શામેલ હોઈ શકે છે. વેલ બીઇંગ ટ્રસ્ટે સ્થાનિક, રાજ્ય અને સંઘીય અધિકારીઓ અને એજન્સીઓને આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી છે કે જેથી મહામારીને કારણે નોકરી ગુમાવેલા લોકોને ફરીથી નોકરી મળે. અગાઉ 2008ની મંદી દરમિયાન બેરોજગારીની સાથે આત્મહત્યા અને ડ્રગના ઓવરડોઝથી પણ મોત નીપજ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube