નવી દિલ્હી: ભવિષ્યમાં એન્ટાર્કટિકામાં મોટી દુર્ઘટના થઈ શકે છે. કારણ કે અહીંના સૌથી સુરક્ષિત અને સૌથી સ્થિર ગણાતા પૂર્વ વિસ્તારમાં 783.8 ચોરસ કિલોમીટરનો મોટો બરફનો પહાડ તૂટીને સમુદ્રમાં વિખરાઈ ગયો છે. આ પહાડ ભારતના બીજા સૌથી મોટા શહેર બેંગ્લોર કરતાં કદમાં 42 ચોરસ કિલોમીટર મોટો છે. સમસ્યા એ છે કે વૈજ્ઞાનિકોને આવી કોઈ કુદરતી દુર્ઘટનાની અપેક્ષા નહોતી. પરંતુ હવે તેઓને ડર છે કે તેનાથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ બરફનો પહાડ 14 માર્ચ, 2022થી 16 માર્ચ, 2022ની વચ્ચે તૂટીને વિખેરાઈ ગયો હતો. સેટેલાઇટ તસવીરો પરથી આ વાતનો ખુલાસો થયો છે. આ બરફના પહાડનું નામ ધ ગ્લેંજર કોંગર આઈસ શેલ્ફ છે. તે પૂર્વ એન્ટાર્કટિકામાં આવેલો છે. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના ગ્લેશિયોલોજિસ્ટ પીટર નેફે જણાવ્યું હતું કે ગ્લેંઝર કોંગર આઈસ સેલ્ફ હજારો વર્ષોથી ત્યાં છે. હવે આવો કોઈ આકાર ફરીથી ત્યાં બની શકશે નહીં.



પીટરે જણાવ્યું છે કે તે વાત સાચી છે કે 1970ના દાયકાથી ધ ગ્લેન્ઝર કોંગર આઇસ સેલ્ફ થોડો પાતળો થવા લાગ્યો હતો. પરંતુ તે અચાનક તૂટીને વિખરાઈ જશે તેવી કોઈને આશંકા નહોતી. આ ઘટના વચ્ચે છેલ્લે એક મહિનાથી અહીં ખુબ ઝડપથી બરફ પીગળવા લાગ્યો અને એક મોટી ભારે ભરખમ પહાડ અચાનક તૂટી ગયો.


એન્ટાર્કટિકા બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ એન્ટાર્કટિકા અને પશ્ચિમ એન્ટાર્કટિકા. આ બન્નેને ટ્રાન્સએન્ટાર્કટિક પર્વતમાળા અડધા ભાગમાં વહેંચે છે. તે વાત સાબિત થઈ છે કે પશ્ચિમ એન્ટાર્કટિકામાં બરફ નબળો છે. તે ખુબ ઝડપથી ઓગળી રહ્યો છે. ત્યાં ઘણીવાર બરફના પ્રહાડો અને આઇસબર્ગ્સ તૂટતા રહે છે. પરંતુ આ વાત પૂર્વ એન્ટાર્કટિકાને લાગુ પડતું નથી.



પૂર્વ એન્ટાર્કટિકાને સમગ્ર વિશ્વમાં સૌથી ઠંડો અને સૂકો પ્રદેશ માનવામાં આવે છે. ત્યાંથી બરફના પહાડો તૂટવાના સમાચાર ક્યારેય આવતા નથી.


18 માર્ચ 2022 ના રોજ પૂર્વ એન્ટાર્કટિકામાં સ્થિત રિચર્સ સ્ટેશન કોનકોર્ડિયાએ મહાદ્ધિપની પૂર્વ કિનારા પર માઈનસ 11.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધ્યું હતું. જે માર્ચ મહિનામાં સૌથી વધુ તાપમાન સાથેનો દિવસ હતો. થોડી વધારે નહીં, પરંતુ સામાન્ય કરતાં 40 ડિગ્રી સેલ્સિયસ. જે એન્ટાર્કટિકાની ખતરનાક બાબત છે.



તાપમાનમાં આટલો વધારો એ વાતાવરણીય નદીના પ્રવાહને કારણે છે, તે એક એવી નદી છે જે વાતાવરણમાં ગરમ ​​અને ભેજવાળી હવા ફૂંકે છે. જેના કારણે સમગ્ર એન્ટાર્કટિકા હાલના ​​સમયે ગરમીની ઝપેટમાં આવી ગયું છે. કેટલીક જગ્યાએ ભેજ પણ વરસાદમાં ફેરવાયો હતો. સામાન્ય રીતે વાતાવરણીય નદી ધ ગ્લેન્ઝર કોંગર આઇસ સેલ્ફ દ્વારા શોષાય છે.


નાસાના પ્લેનેટરી સાયન્ટિસ્ટ કેથરીન કોલેલોએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે આ વાયુમંડળીય નદીના કારણે ધ ગ્લેન્ઝર કોંગર આઇસ સેલ્ફ તૂટી ગયો છે. તે આ વખતે તેને શોષી શક્યો નથી. જેના કારણે નબળો પડી હયો અને તેમાં ખુબ ઝડપથી વિખેરાઈ ગયો.



સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશએનોગ્રાફીમાં ગ્લેશિયોલોજીના પ્રોફેસર હેલેન અમાન્ડા ફ્રિકરે ટ્વીટ કર્યું કે 14 માર્ચથી 16 માર્ચ સુધી બેંગલુરુ કરતાં પણ મોટો આ બર્ફીલો પહાડ સતત તૂટતો રહ્યો. વિખેરાતો રહ્યો. પરંતુ સૌથી મોટું ભંગાણ 15 માર્ચે થયું. આઇસ સેલ્ફ કેલ્વિંગ ત્યારે થાય છે, જ્યારે નવા આઇસબર્ગનો જન્મ થાય છે. એટલે કે મોટા પહાડો તૂટવાને કારણે અનેક નાના પહાડો બને છે. આ કોઈપણ મોટા બરફના શેલ્ફના જીવનકાળનો એક ભાગ છે. જો કે, અચાનક તાપમાનમાં વધારો થવાને કારણે તૂટી ફૂટી રહ્યો છે, તો આપણે તેને આબોહવા પરિવર્તન સાથે જોડીને જોવું જોઈએ.



યુએસ નેશનલ આઇસ સેન્ટરના જણાવ્યા અનુસાર, 7 માર્ચેથી આવી ઘટનાઓ શરૂ થઈ હતી. જેના કારણે ઘણા આઇસબર્ગનું નિર્માણ થઈ રહ્યું હતું.  જેમાંથી એક ખૂબ જ મોટો હિમશિલો નીકળ્યો. તેને C-37 નામ આપવામાં આવ્યું છે. તે લગભગ 14.8 કિમી લાંબો અને 5.6 કિમી પહોળો છે. હાલમાં વૈજ્ઞાનિકો આ ઘટનાથી બીજી કોઈ મોટી દુર્ઘટનાની આશા રાખી રહ્યા નથી. પરંતુ તે ચોક્કસપણે ચેતવણી આપી રહ્યો છે કે પૂર્વ એન્ટાર્કટિકામાં પણ નવી આફતોનો ટ્રેન્ડ શરૂ થવાનો છે.


પીટર નેફ કહે છે કે બરફના આ પ્રહાડો એન્ટાર્કટિકાના ગ્લેશિયર્સને પીગળવાથી બચાવે છે. આ ગ્લેશિયર સુધી પહોંચતી ગરમીને રોકવા માટે બફર તરીકે કામ કરે છે. તેઓ વાસ્તવમાં ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. જો પૂર્વ એન્ટાર્કટિકાના ગ્લેશિયર્સ ઓગળશે, તો આગામી કેટલાક દાયકાઓમાં સમુદ્રનું સ્તર ખૂબ જ ઝડપથી વધશે. જેના કારણે ઘણા દેશો અને ટાપુઓ જોખમમાં મુકાઈ જશે.