Coronavirus news: અભ્યાસમાં દાવો- એન્ટીબોડી દવાઓ કોરોનાથી બચાવે છે, સંક્રમિત વ્યક્તિને ગંભીર સ્થિતિથી પણ બચાવે છે
દવા કંપની રેઝનેરોને 1500થી વધુ લોકો પર ક્લીનિકલ ટ્રાયલ કરી છે. આ લોકો તે ઘરમાં રહે છે જ્યાં 4 દિવસની અંદર કોઈ કોરોના પોઝિટિવ આવ્યો હોય. જે લોકોને એન્ટીબોડી કોકટેલનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, તે લોકોમાં તેવા લોકોના પ્રમાણે કોરોનાની ઝપેટમાં આવવાની આશંકા 81 ટકા ઘટી ગઈ.
નવી દિલ્હીઃ છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસ (corona virus) એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી કોઈ તેની દવા શોધી શક્યું નથી. સારી વાત છે કે ઘણી વેક્સિન બની ચુકી છે જે તેનાથી સુરક્ષા આપે છે પરંતુ તમામ દેશોમાં હજુ વેક્સિનેશન અભિયાન શરૂઆતી તબક્કામાં છે. આ વચ્ચે અમેરિકામાં થયેલો એક અભ્યાસ આશાનું કિરણ જગાવનારો છે. દવા કંપની રેઝનેનોરે લેબમાં બનાવેલા એન્ટીબોડીઝની એક એવી કોકટેલ તૈયાર કરી છે જે કોરોના સંક્રમણથી સુરક્ષા આપે છે. એટલું જ નહીં તે કોકટેલ કોરોનાની ઝપેટમાં આવેલા લોકોને પણ ગંભીર થવાથી બચાવી શકે છે. ક્લીનિકલ ટ્રાયલના પરિણામ ઉત્પાદ પેદા કરનારા છે તેથી કંપનીએ યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે સાવચેતીના ભાગરૂપે તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે.
સ્ટડીના પરિણામ ઉત્સાહવર્ધક
આ મોનોક્લોનલ એન્ટીબોડી (monoclonal antibodies) કોકટેલ ક્લીનિકલ ટ્રાયલના પરિણામની જાહેરાત સોમવારે થઈ હતી. મોનોક્લોનલ એન્ટીબોડી લેબમાં બનેલ તે પ્રોટીન હોય છે જે આપણા શરીરની ઇમ્યૂન સિસ્ટમને વાયરસો સામે લડવામાં મદદ કરે છે. અભ્યાસના પરિણામ પ્રમાણે એન્ટીબોડી ડ્રગ્સે કોરોના દર્દીઓની સાથે રહેતા લોકોને પણ આ વાયરસથી સુરક્ષા આપી છે.
યુનિવર્સિટી ઓફ નોર્થ કૈરોલિનાના રિસર્ચર અને મોનોક્લોનલ એન્ટીબોડી સાથે જોડાયેલા રિસર્ચની આગેવાની કરનાર ડોક્ટર મોયરન કોહેન પ્રમાણે, ઘણા એવા લોકો છે જેને આ દવા આપી શકાય છે.
આ પણ વાંચોઃ WHO: હજુ લાંબા સમય સુધી મહામારીની પકડમાં રહેશે દુનિયા, ટેડ્રોસે આપી ચેતવણી
ક્લીનિકલ ટ્રાયલઃ કોરોના દર્દી સાથે રહેનાર લોકોને ન થયું સંક્રમણ
રેઝનેરોને 1500થી વધુ લોકો પર ક્લીનિકલ ટ્રાયલ કરી છે. આ લોકો તે ઘરમાં રહે છે જ્યાં 4 દિવસની અંદર કોઈ કોરોના પોઝિટિવ આવ્યો હોય. જે લોકોને એન્ટીબોડી કોકટેલનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, તે લોકોમાં તેવા લોકોના પ્રમાણે કોરોનાની ઝપેટમાં આવવાની આશંકા 81 ટકા ઘટી ગઈ જેને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું નથી.
વેક્સિનની જેમ આ દવા સાબિત થઈ શકે છે વરદાન
મેસાચુએટ્સ જનરલ હોસ્પિટલના સંક્રમાક બીમારીઓના ડોક્ટર રાજેશ ગાંધીએ આ સ્ટડીના ડેટાનો આશા જગાવનાર ગણાવ્યા છે. ગાંધી પ્રમાણે, જે લોકોને અત્યાર સુધી વેક્સિન લાગી નથી, તેના માટે આ ઈન્જેક્શન ખુબ કામનું છે.
ટ્રમ્પ જ્યારે કોરોનાથી બીમાર થયા તો તેમને આપ્યું હતું ઇન્જેક્શન
રેઝનેરોનની આ કોકટેલ બે દવાઓનું મિશ્રણ છે જે શરીરમાં એન્ટીબોડી પેદા કરે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે કોરોનાથી બીમાર થયા તો તેમને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં પાછલા વર્ષે નવેમ્બરમાં આ દવાને કોરોનાની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી પરંતુ તેને તૈયાર કરવામાં લાંબો સમય લાગવા અને તેના ઉપયોગમાં મુશ્કેલીને કારણે તમામ હોસ્પિટલ પ્રાથમિકતાના આધાર પર તેનો ઉપયોગ કરી રહી નથી. આ એક ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન છે એટલે કે તેને સીધું નસોમાં લગાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube