Ants Can Detect Scent Of Cancer: હવે કીડીઓ શોધી કાઢશે કેન્સરની બીમારી, મોંઘા ટેસ્ટ કરવાની નહીં પડે જરૂર!
Health News: કેન્સરને લઈને એક તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. એક નવો અભ્યાસમાં સામે આવ્યુ છે કે કીડીઓ માનવ પેશાબ અને પરસેવામાં હાજર વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ નામના કેમિકલની ગંધ દ્વારા કેન્સર શોધી શકે છે.
નવી દિલ્હી: કેન્સર દર વર્ષે લાખો લોકોને મારી નાખે છે. સારવારમાં એક-એક દિવસનો વિલંબ દર્દીને મૃત્યુની નજીક લઈ જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરમાં હાજર કેન્સરની ગાંઠમાંથી વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ નામનું કેમિકલ નીકળે છે. તે આપણા શરીરમાંથી પેશાબ અથવા પરસેવા સાથે બહાર આવે છે. એક તાજેતરના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કીડીઓ આ રસાયણને સૂંઘીને કેન્સર શોધી શકે છે. હવે કોઈપણ મોટા ટેસ્ટ પહેલા જ કેન્સર જાણી શકાશે.
વાસ્તવમાં આ અભ્યાસ યુરોપ અને દક્ષિણ એશિયામાં જોવા મળતી ફોર્મિકા ફ્યુસ્કા કીડીઓ પર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસને હવે મહત્વપૂર્ણ બાયોમાર્કર તરીકે ગણવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વધુ ખર્ચ કર્યા વિના અને શરીરને પીડા આપ્યા વિના કેન્સરને શોધી શકાય છે.
નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી તીવ્ર ગંધ ધરાવતા શ્વાન કેન્સરને ઓળખવાની તાલીમ અપાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે કેન્સર શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. ઘણીવાર આ જીવલેણ રોગ એડવાન્સ સ્ટેજ પર પહોંચ્યા પછી ઓળખી શકાય છે. ત્યારે નિષ્ણાતો એવી પદ્ધતિઓ શોધી રહ્યા છે જેના દ્વારા પ્રાથમિક તબક્કામાં જ કેન્સરને શોધી શકાય.
55 અબજના ખર્ચે બનેલી 105 રૂમની હોટલ, પણ કોઈ રોકાયું જ નથી, જાણો કારણ
અમેરિકામાં નોકરી કરતા ગુજરાતીઓ સાવધાન...તોળાઈ રહ્યું છે આ ગંભીર જોખમ
17 વર્ષ પછી પૃથ્વી વિરુદ્ધ દિશામાં ફરશે, પછી શું થશે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
થોડા દિવસો પહેલા, ફ્રેંચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચે તેના નવા અભ્યાસમાં દાવો કર્યો હતો કે કીડીઓ કેન્સરને શોધવામાં કૂતરા કરતાં વધુ સફળ થઈ શકે છે. આ સંશોધન પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટીમાં પ્રકાશિત થયું હતું.
કીડીઓ કેન્સરના કોષને ઓળખી કાઢે છે
અભ્યાસમાં નિષ્ણાતોએ દાવો કર્યો છે કે માનવ સ્તન કેન્સરના કોષ લઈને ઉંદરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. પછી તેને વધવા દેવામાં આવ્યો. આ તકનીકને ઝેનોગ્રાફિંગ કહેવામાં આવે છે. પછી આ ઉંદરોના સ્વસ્થ પેશાબના નમૂના કીડીઓની સામે રાખવામાં આવ્યા. પછી કીડીઓએ તરત જ કેન્સરના કોષોને ઓળખી કાઢ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્સરને લઈને ભૂતકાળમાં કીડીઓ પર પ્રયોગો થઈ ચૂક્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કીડીઓમાં જોવા મળતું રસાયણ કેન્સરની દવાની અસરમાં પણ નોંધપાત્ર વધારો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube