ઈસ્લામાબાદઃ Pakistan Caretaker PM: પાકિસ્તાનમાં અનવર-ઉલ-હક કક્કરને કાર્યવાહક પ્રધાનમંત્રીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. નિવર્તમાન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નિવર્તમાન નેતા રાજા રિયાઝ વચ્ચે બલૂચિસ્તાનથી અનવર-ઉલ-હક કક્કરના નામ પર સહમતિ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર આજે (શનિવારે) તે શપથ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે 9 ઓગસ્ટે સંસદ ભંગ થવાની સાથે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફનો કાર્યકાળ ખતમ થઈ ગયો હતો. તેવામાં આજે કાર્યવાહક પ્રધાનમંત્રી પસંદ કરવાની છેલ્લી તારીખ હતી. આ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શાહબાઝ શરીફને પત્ર લખી જલદી નવા કાર્યવાહક પ્રધાનમંત્રીની નિમણૂંક કરવા માટે કહ્યું હતું, જેના પર શરીફે થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી.


આ પણ વાંચોઃ કામ વાસના જગાડવા પહેલાં કેમ કરાતો હતો કોથમીરનો ઉપયોગ? કોથમીરનું શું કરતા હતા?


રિયાઝે કહ્યુ- અમે પહેલા નક્કી કર્યું હતું કે કાર્યવાહક પીએમ એક નાના પ્રાંતના હોવા જોઈએ. અમે તે વાત પર સહમતિ પર પહોંચ્યા કે અનવારૂલ હક કક્કડ કાર્યવાહક પ્રધાનમંત્રી હશે. તેમણે સંવાદદાતાઓને કહ્યું- મેં આ નામ આપ્યું હતું કે અને પ્રધાનમંત્રીએ આ નામ પર સહમતિ આપી છે. મેં અને પ્રધાનમંત્રીએ સમરી પર સહી કરી છે. તેમણે કહ્યું- કક્કડ અંતરિમ વ્યવસ્થાના પ્રમુખના રૂપમાં શપથ લેશે. રિયાઝે કહ્યુ કે, આજે પીએમ શરીફ સાથે તેમની બેઠકમાં કાર્યવાહક કેબિનેટ પર ચર્ચા થઈ નથી. 


નેશનલ એસેમ્બલેને નવ ઓગસ્ટે ભંગ કર્યા બાદ શરીફ અને રિયાઝે કાર્યવાહક પ્રધાનમંત્રી ચૂંટવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. શરીફ અને રિયાઝને લખેલા પત્રમાં રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તેમણે પ્રધાનમંત્રીની સલાહ પર નેશનલ એસેમ્બલીને નવ ઓગસ્ટે ભંગ કરી દીધી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે અનુચ્છેદ 224 એ હેઠળ શરીફ અને રિયાઝને નેશનલ એસેમ્બલી ભંગ કરવા માટે ત્રણ દિવસની અંદર વચગાળાના પ્રધાનમંત્રી પદ પર કોઈ નેતાનું નામ આપવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube