અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર કેનેડામાં વિવિધ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી. ખાલિસ્તાન સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમીત સિંહે આ અવસરે એક્તાની અપીલ કરી અને કહ્યું કે દેશ સર્વોપરિ છે. જગમીત સિંહના નિવેદનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી બેચેન બની ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગમીત સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે "અમેરિકી ચૂંટણીના પરિણામ ગમે તે હોય, અમને આશા, ભય અને વિભાજનથી સારી લાગે છે. અમે કાલે પણ  કેનેડા માટે ઊભા રહેવા માટે તૈયાર રહીશું. આ અમારા દેશની અર્થવ્યવસ્થા, નોકરીઓ, સરહદ, પર્યાવરણ અને લોકો માટે મજબૂતીથી ઊભા રહેવાનો સમય છે. આપણે આપણા વ્યાપારિક અધિકારોની સુરક્ષા કરવા અને કેનેડાની ખાસિયતોને સંરક્ષિત કરવાની જરૂર છે. આ એકજૂથ રહેવાનો સમય છે. દેશ પહેલા છે." ટ્રમ્પની વાપસી બાદ ખાલિસ્તાન મુદ્દે કેનેડા અને અમેરિકાના વલણમાં ફેરફાર જોવા મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.


આ અગાઉ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પણ ટ્રમ્પને શુભેચ્છા પાઠવતા બંને દેશોના સંબંધોને ખાસ ગણાવ્યા. ટ્રુડોએ ટ્વીટ  કરીને કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા. કેનેડા અને અમેરિકા વચ્ચેની મિત્રતા દુનિયા માટે મિસાલ છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું બંને દોશો માટે વધુ  તકો, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે કામ કરીશું. 



અત્રે જણાવવાનું કે ખાલિસ્તાની આંદોલન અને હાલમાં જ કેનેડામાં હિન્દુઓ પર થયેલા હુમલાઓને જોતા જગમીત સિંહની સતર્ક પ્રતિક્રિયા અને ટ્રુડોની શુભેચ્છા ચર્ચાનો વિષય છે. હવે દુનિયાભરની નજર અમેરિકા અને કેનેડાના સંબંધો પર છે. કેનડેયિન પત્રકાર ડેનિયલ બોર્ડમેને આ ઘટનાક્રમ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જસ્ટિન ટ્રુડો અને જગમીત સિંહનું ભારત વિરુદ્ધ અભિયાન હવે પૂરું થઈ ગયું છે. જાન્યુઆરી 20 સુધી કેટલીક બાલિશ ટિપ્પણીઓ જોવા મળી શકે છે પરંતુ ટ્રંપના પદ સંભાળ્યા બાદ ખાલિસ્તાની મુદ્દો વ્યવસાય માટે હાનિકારક સાબિત થશે અને તે અહીં ખતમ  થઈ જશે. 


આ બધા વચ્ચે ટ્રમ્પની વાપસીએ કેનેડિયન પ્રધાનમત્રી જસ્ટિન ટ્રુડો પર ઘણો દબાવ સર્જ્યો છે, જેમના પ્રશાસને પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના નીતિગત એજન્ડાઓના આર્થિક પ્રભાવ કેનેડા માટે ગંભીર બની શકે છે. જે પોતાની નિકાસના 75 ટકા સરહદથી દક્ષિણમાં મોકલે છે. આ વેપાર નિર્ભરતા કેનેડા અને અમેરિકી આર્થિક અને વિદેશ નીતિઓમાં બદલાવ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે જેમાં ટ્રમ્પના તમામ આયાતો પર 10 ટકા ટેરિફનો પ્રસ્તાવ પણ સામેલ છે. તેણે પહેલેથી જ કેનેડિયન અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિર્માતાઓને ચિંતિત કર્યા છે.