બ્યુનોસ એરેસઃ Argentina COVID Updates: તાજેતરમાં કતારમાં ફીફા વિશ્વકપ 2022 (Fifa Wrld Cup) સમાપ્ત થયો છે. વિશ્વભરના લાખો લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આર્જેન્ટીનામાં વિશ્વકતમાં જીતની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. પરંતુ ડરામણી વાત છે કે ઉજવણી વચ્ચે આર્જેન્ટીનામાં કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માહિતી ખુદ આર્જેન્ટીનાના સ્વાસ્થ્ય મંત્રાલય (Argentina Health Ministry) એ આપી છે. કહેવામાં આવ્યું છે કે દેશમાં છેલ્લા સાત દિવસની અંદર કોવિડ કેસમાં 129 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનાથી કોરોનાનો ગ્રાફ ફરી ઉપરની તરફ વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં 62 હજાર 261 નવા કેસ સામે આવ્યા છે. તે 11 ડિસેમ્બરવાળા સપ્તાહથી બમણા વધી ચુક્યા છે. ત્યારે ત્યાં 27 હજાર 119 કોરોના કેસ હતા. 


આ પણ વાંચોઃ 19 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે 'બિકિની કિલર' ચાર્લ્સ શોભરાજ, નેપાળમાં હતો બંધ


શું કહી રહ્યાં છે નિષ્ણાંતો? 
નિષ્ણાંતોનું માનવું છે કે તેમાંથી 60 ટકા દર્દીઓમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મળ્યો છે. આર્જેન્ટીનામાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી 98 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 1 લાખ 80 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સરકારનું કહેવું છે કે વેક્સીન પ્રોગ્રામમાં તેજી આવી છે. અત્યાર સુધી 11 કરોડથી વધુ વેક્સીન શોટ્સ લગાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા 18 વર્ષથી ઉપરના લોકોને પાંચમો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 


કેમ વધુ છે ખતરો?
આર્જેન્ટીનામાં ખતરો એટલે વધુ છે કારણ કે ફીફા વિશ્વકપમાં તેની જીત બાદ ત્યાં રસ્તા પર જોરદાર ઉજવણી કરવામાં આવી રહી છે. લાખો લોકો ભેગા થઈ રહ્યાં છે. આ ઉજવણીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જો અહીં કોઈ સંક્રમિત પહોંચ્યો હોય તો અન્ય લોકો પર ખતરો વધી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube