TV anchor celebrating the death of Elizabeth II : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે નિધન થયું. તેમના નિધન બાદથી દુનિયાભરના દેશોમાં  શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ તેમના નિધનને મોટું નુકસાન ગણાવતા શોક વ્યક્ત કર્યો છે. આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ જોવા મળ્યો છે જે એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યો છે. આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી. આ સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો આ એંકરની ખુબ ટીકા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ મુજબ આ એંકરનું નામ સેન્ટિયાગો કુનેઓ છે. તે ટીવી શો દરમિયાન એલિઝાબેથના નિધનની ખબર મળ્યા બાદ ખુબ ખુશ થઈ જાય છે. તે અપમાનજનક રીતે કહે છે કે યોગ્ય વ્યક્તિનું મોત થઈ ગયું અને આખરે આ વૃદ્ધ મહિલા નરકમાં જતી રહી. એટલું જ નહીં આ વીડિયોમાં એંકર ઉપરાંત તેમના કેટલાક સાથીઓ પણ મહારાણીના મોતની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ લોકો પણ એંકર સાથે તાળીઓ પાડી રહ્યા છે. આ બધા વચ્ચે એંકર સેન્ટિયાગો કહે છે કે અનેક વર્ષથી એલિઝાબેથના મોતની રાહ જોઈ રહ્યો હતો. પોતાની વાત કહ્યા બાદ એંકર શેમ્પેઈનની બોટલ ખોલીને તેની ઉજવણીને મોટી દેખાડવાની કોશિશ પણ કરે છે. 


Queen Elizabeth II: બ્રિટનના મહારાણી ફક્ત 2 જ વ્યક્તિ સાથે ફોન પર કરતા હતા વાત, નામ જાણી ચોંકશો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube