Mechanical Tree: આમ તો તમે અનેકવાર ઝાડ અને જંગલો ઘણા જોયા હશે. પણ અમેરિકી વૈજ્ઞાનિકોએ એવા Mechanical Tree બનાવ્યા છે જે ભવિષ્યમાં ખુબ કારગર સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે આવા Mechanical Tree (યાંત્રિક વૃક્ષ)ના જંગલ બનાવીશું તો જળવાયુ પરિવર્તન રોકવામાં ખુબ કારગર સાબિત થશે. તે હવામાંથી 'કાર્બન ડાયોક્સાઈડને શોષી' લેવા માટે ડિઝાઈન કરાયા છે. આ યાંત્રિક વૃક્ષના ડ્રમમાં ફિલ્ટર સાથે 150 ગોળાકાર ડીશો હોય છે. પ્રત્યેક ડીશનો વ્યાસ લગભગ 5 ફૂટ છે અને બે ઈંચના અંતરે આવેલ છે. આ ડીશ ચુંબકની જેમ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને શોષી લેવાનું કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કામ કરે છે યાંત્રિક વૃક્ષ
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના પ્રોફેસર ક્લોસ લેકનર દ્વારા વિક્સિત વૃક્ષ પ્રાકૃતિક ઝાડની સરખામણીમાં હજારો ગણું સારું પરિણામ આપે છે. એક યાંત્રિક વૃક્ષ એક હજાર કુદરતી વૃક્ષ સમાન છે. તે એક રાસાયણિક રાળથી ઢંકાયેલા છે અને વિનાઈલ રેકોર્ડના ઢગલાની જેમ રાખવામાં આવ્યા છે. આ રાળ અને ડિશ હવામાંથી CO2 પકડી લે છે. જે એક બેરલમાં પડે છે જ્યાં CO2 ને વરાળથી બંધ કરી દેવાય છે અને એક બંધ વાતાવરણમાં મૂકી દેવાય છે. 



ઓક્સીજન નહીં, ઈંધણ પેદા કરે છે
આ વૃક્ષમાં CO2 ને ફક્ત ભેગું કરાય છે. જ્યારે અસલ ઝાડમાં ગેસને પાછો ઓક્સિજનમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ વૃક્ષને કોઈ અન્ય ઉપયોગ માટે નથી રખાતું પણ તે સંગ્રહીત કાર્બન ડાયોક્સાઈડનો પુર્ન ઉપયોગ કરી શકે છે. તેનાથી સિંથેટિક ઈંધણનું ઉત્પાદન કરી શકાય છે. તેનાથી વિમાનોનું ઈંધણ બનાવી શકાય છે અને ગેસનું ઉત્પાદન પણ કરી શકાય છે. 



ત્રણ મોટા મિકેનિકલ ટ્રી ફાર્મ બનશે
લેકનરે ત્રણ મોટા મિકેનિકલ ટ્રી ફાર્મ (યાંત્રિક વૃક્ષના ફાર્મ) બનાવવાની યોજના ઘડી છે. આ વર્ષના અંતમાં એરિઝોનામાં પહેલો સેટ ખોલવા માટે 2.5 મિલિયન ડોલર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ગ્રાન્ટ આપવામાં આવી છે. તેને એએસયુ સેન્ટર ફોર નેગેટિવ કાર્બન એમિશન દ્વારા ડિઝાઈન અને નિર્મિત કરવામાં આવી રહ્યું છે અને ડબલિન સ્થિત કાર્બન કલેક્ટ દ્વારા વ્યવસાયીકરણ કરાઈ રહ્યું છે. એકવાર જ્યારે ત્રણેય કામ કરવાનું શરૂ કરશે તો તે રોજ 1000 ટન CO2 શોષી લેવામાં સક્ષમ હશે, જેને દુનિયાના કાર્બન બજેટને સંતુલિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ડગ તરીકે ગણાવવામાં આવી રહ્યું છે.


ચોંકાવનારો કિસ્સો: ચરમસુખ મેળવવા માટે હસ્તમૈથુન કરી રહેલા યુવકનું અચાનક ફાટી ગયું ફેફસું અને...


Pakistan Video: મંત્રીજીએ નેશનલ એસેમ્બલીમાં કૂર્તો ઊંચો કરી એવી હરકત કરી...અભિનેત્રીએ ઉડાવી મજાક


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube